સિંચાઇનું ચિત્ર ધુંધળું:જામનગર જિલ્લામાં મોસમનો 59.87 ટકા વરસાદ પડી ગયો છતાં 25માંથી ફકત 4 જળાશયો છલકાયા - Alviramir

સિંચાઇનું ચિત્ર ધુંધળું:જામનગર જિલ્લામાં મોસમનો 59.87 ટકા વરસાદ પડી ગયો છતાં 25માંથી ફકત 4 જળાશયો છલકાયા

જામનગરએક મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • કુલ 25 ડેમની 11808 એમસીએફટી પાણીની સંગ્રહ ક્ષમતા સામે 18 જુલાઇની સ્થિતિએ 54.13 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ
  • પન્ના, ફોફળ, ઉંડ-3, ઉંડ-4 ડેમ ઓવરફલો: રૂપાવટી ડેમ હજુ ખાલીખમ: સસોઇ-2, રૂપારેલમાં 15 ટકાથી ઓછું પાણી: ફુલઝર-2, ઉંડ-1 માં સૌથી વધુ 10 ફુટ નવા નીર આવ્યા

જામનગર જિલ્લામાં મોસમનો 59.87 ટકા વરસાદ પડી ગયો હોવા છતાં હજુ 25 માંથી ફકત 4 જળાશયો છલકાયા છે. પન્ના, ફોફળ, ઉંડ-3, ઉંડ-4 ડેમ ઓવરફલો થયા છે. રૂપાવટી ડેમ હજુ ખાલીખમ છે. સસોઇ-2 અને રૂપારેલ ડેમમાં 15 ટકાથી ઓછું પાણી છે. ફુલઝર-2 અને ઉંડ-1 માં સૌથી વધુ 10 ફુટ નવા નીર આવ્યા છે. કુલ 25 ડેમની 11808 એમસીએફટી પાણીની સંગ્રહ ક્ષમતા સામે 18 જુલાઇની સ્થિતિએ 54.13 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

જામનગર જિલ્લામાં સામાન્ય રીતે 15 જૂને ચોમાસાનું વિધિવત આગમન થાય છે. ચાલુ વર્ષે ચોમાસામાં પ્રથમ રાઉન્ડથી મેઘરાજાએ મહેર કરતા સાર્વત્રિક વરસાદ થયો છે. આથી એક મહિના એટલે કે 18 જુલાઇ સુધીમાં જિલ્લામાં મોસમના કુલ સરેરાશ વરસાદની સામે અડધાથી ઉપર એટલે કે 59.87 ટકા વરસાદ વરસી ગયો છે. આમ છતાં જિલ્લાના 25 પૈકી ફકત પન્ના, ફોફળ-2, ઉંડ-3 અને ઉંડ-4 મળી કુલ 4 ડેમ ઓવરફલો થયા છે.

જયારે 21 જળાશયો હજુ છલકાયા નથી. ડેમ સાઇટ પર 8 થી 25 ઇંચ વરસાદ વરસી ગયો છે છતાં ડેમમાં અડધાથી 10 ફુટ નવા નીરની આવક થઇ છે. રૂપાવટી ડેમ હજુ તળિયા ઝાટક છે.

જામનગર જિલ્લાના જળાશયોમાં નવા નીરની આવક અને પાણીની ટકાવારી

જળાશય નવાનીર (ફુટમાં) ટકાવારી
સસોઇ 2.72 28.71
પન્ના 4.53 100
ફૂલઝર-1 2.33 48.95
સપડા 7.22 68.72
ફૂલઝર-2 10.01 45.24
વિજરખી 3.35 53.13
ડાઇમીણસાર 3.8 80.98
રણજીતસાગર 2.3 57.56
ફોફળ-2 0.56 100
ઉંડ-3 0 100
આજી-4 6.89 78.5
રંગમતી 5.09 25.78
ઉંડ-1 7.8 58.56
કંકાવટી 6.56 70.53
ઉંડ-2 10.27 77.3
વોડીસાંગ 4.26 71.89
ફૂલઝર(કો.બા.) 8.14 62.59
રૂપાવટી 0 0
સસોઇ-2 0 12.52
રૂપારેલ 5.08 8.14
વનાણા 5.02 17.35
બાલભંડી 1.47 67.69
ઉમિયાસાગર 0 43.14
વાગડિયા 0 78.73
ઉંડ-4 5.08 100

ડેમ સાઇટ પર અત્યાર સુધીમાં 8 થી 25 ઇંચ વરસાદ વરસી ગયો
જામનગર જિલ્લાના કુલ 25 જળાશયો પર અત્યાર સુધીમાં એટલે કે 18 જુલાઇ સુધીમાં 8 થી 25 ઇંચ વરસાદ વરસ્યો છે. જેમાં ફૂલઝર-1 પર 25, સસોઇ, પન્ના, સપડા ડેમ પર 16, ફૂલઝર-2, વિજરખી ડેમ પર 13, રંગમતી ડેમ પર 17, કંકાવટી, ઉંડ-2 , રૂપારેલ ડેમ પર 18, ઉંડ-4 ડેમ પર 17, રૂપાવટી અને સસોઇ ડેમ પર 8 ઇંચ વરસાદ વરસ્યો છે. આમ, છતા઼ ફકત ચાર જળાશયો જ ઓવરફલો થયા છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment