સિંહ પરિવાર મસ્તીએ ચડ્યો, જુઓ અદભુત વીડિયો:ગીર જંગલમાં વનરાજાનાં અગાસી પર શાહી અંદાજમાં આંટાફેરા જ્યારે બે સિંહો નદીમાં મસ્તી માણતાં જોવા મળ્યા - Alviramir

સિંહ પરિવાર મસ્તીએ ચડ્યો, જુઓ અદભુત વીડિયો:ગીર જંગલમાં વનરાજાનાં અગાસી પર શાહી અંદાજમાં આંટાફેરા જ્યારે બે સિંહો નદીમાં મસ્તી માણતાં જોવા મળ્યા

ગીર સોમનાથ (વેરાવળ)29 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • જળબંબાકારથી બચવા માટે સિંહ એક મકાનની અગાસી પર ચડ્યો
  • વરસાદની લોકોની માફક મજા માણતા બે સિંહો જોવા મળ્યા

છેલ્લા ઘણા દિવસોથી ગીર જંગલ અને તેની આસપાસના ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારોમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેના લીધે પાણી ભરાવાથી સિંહ મુશ્કેલી અનુભવવાની સાથે વરસાદની મજા લઈ રહ્યાના બે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે. જેમાં એકમાં જગલમાં ચોમેર જળબંબાકારથી બચવા માટે સિંહ એક મકાનની અગાસી પર ચડી ગયા બાદ ઉતરી રહ્યા છે. જ્યારે બીજામાં બે સિંહો પાણીના નાળામાં ધીંગા મસ્તી કરતા જોવા મળી રહ્યા છે.

સિંહોના બે રોચક વીડિયો સામે આવ્યા
અષાઢી બીજના દિવસથી ગીર જંગલ અને આસપાસના ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે. પંદર-પંદર દિવસથી વરસી રહેલા વરસાદના પગલે જોવા મળી રહેલ જળબંબાકારની પરિસ્થિતિથી લોકો અને વન્યપ્રાણીઓ પણ મુશ્કેલી અનુભવતા હોવાથી સુરક્ષિત જગ્યા શોધી રહ્યા હતા. એવા સમયે જંગલના રાજા સિંહોના રોમાંચથી ભરપુર એવા બે અદભુત વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે. જેને લોકો આતુરતાપૂર્વક નિહાળી રહ્યાં છે.

સિંહ અગાસીમાં આંટાફેરા કરતા જોવા મળ્યો
એક વીડિયોમાં જંગલમાં પડેલ ભારે વરસાદ બાદ ભરાયેલ પાણીની જળબંબાકારની પરિસ્થિતિથી બચવા જંગલનો રાજા સિંહ કોઈ વાડી વિસ્તારના મકાનની અગાસી પર ચડી જઈ થોડા સમય સુધી આંટાફેરા કરી રહ્યો હતો. બાદમાં ભરાયેલા પાણી ઘટવા લાગતા સિંહ અગાસીમાંથી દાદરા મારફત રાજાશાહી અદામાં નીચે ઉતરી રહ્યો છે. આ સમગ્ર દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. આ વીડિયોમાં જોવા મળતું સ્થળ ગીર જંગલની આસપાસના કોઈ વાડી વિસ્તારનો હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યુ છે. સિંહ વરસાદી પાણીથી બચવા સલામત સ્થળની શોધમાં અગાસી પર ચડી ગયો હોવાનું અનુમાન વ્યક્ત થઈ રહ્યુ છે.

વરસાદમાં મોજ મજા કરતા વનના રાજા સિંહો કેમેરામાં કેદ થયા
બીજા વીડિયોમાં ધીમીધારે વરસતા વરસાદની લોકોની માફક મજા માણતા બે ડાલામથ્થા સિંહો જોવા મળી રહ્યા છે. ભારે વરસાદથી ગીર જંગલ વિસ્તારના નદી-નાળા ફરી જીવંત થયા છે, તેમાં નવા નીર વહેતા જોવા મળે છે. જેમાં કોઈ નાળા ઉપર બનેલ ચેકડેમના પાળા પરથી પસાર થઈ રહેલા પાણી અને આકાશમાંથી વરસતા વરસાદની મજા માણતા બે સિંહો કેમેરામાં કેદ થયા છે. સિંહોની મોજ મજા માણતુ સ્થળ જંગલની નજીલ આવેલ જશાધાર ગીર ગામની સીમ વિસ્તારનું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યુ છે. પરંતુ આ વીડિયોમાં વનના રાજા સિંહોની મસ્તી નિહાળવી એક અદભૂત લ્હાવો હોય જે ભાગ્યે જ જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે…

Source link

Leave a Comment