સિરામિક ઉદ્યોગો એક મહિના સુધી સંપૂર્ણ બંધ:મોરબી સિરામિક એસોસિયેશનની જનરલ મીટીંગમાં નિર્ણય,10 ઓગસ્ટથી 10 સપ્ટેમ્બર સુધી વેકેશન - Alviramir

સિરામિક ઉદ્યોગો એક મહિના સુધી સંપૂર્ણ બંધ:મોરબી સિરામિક એસોસિયેશનની જનરલ મીટીંગમાં નિર્ણય,10 ઓગસ્ટથી 10 સપ્ટેમ્બર સુધી વેકેશન

મોરબીએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • દેશમાં ટાઈલ્સનું 95 ટકા ઉત્પાદન માત્ર મોરબીમાં થાય છે
  • લીક્વીડીટી સહિતના ઈશ્યુ આવતા હોવાથી ઉદ્યોગકારો સાથે જનરલ મીટીંગ યોજી

24 કલાક ધમધમતી સિરામિક ફેકટરીઓ ઓગસ્ટ માસની 10 તારીખથી એક માસ સુધી બંધ રહેશે. જે અંગે આજે સિરામિક એસોસિયેશનના પ્રમુખો દ્વારા પત્રકાર પરિષદ યોજીને માહિતી આપવામાં આવી હતી અને ક્યાં કારણોસર ફેકટરીઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે તે અંગે જણાવ્યું હતું.

લીક્વીડીટી સહિતના ઈશ્યુ આવતા હોવાથી ઉદ્યોગકારો સાથે જનરલ મીટીંગ યોજી
મોરબી સિરામિક એસોસિયેશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારિ જણાવ્યું હતું કે, દેશમાં ટાઈલ્સનું 95 ટકા ઉત્પાદન માત્ર મોરબીમાં થાય છે, જ્યાં 800 ફેકટરીઓ આવેલ છે. આગામી બે વર્ષમાં નવી 200 ફેકટરીઓ આવી સકે છે. હાલ ડોમેસ્ટિક ડીમાંડમાં 50 ટકાનો ઘટાડો નોંધાયો છે, તેમજ એક્સપોર્ટમાં પણ ઘટાડો થવાથી લીક્વીડીટી સહિતના ઈશ્યુ આવતા હોવાથી ઉદ્યોગકારો સાથે જનરલ મીટીંગ યોજીને સર્વસંમતીથી નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી એક મહિનો એટલે કે તા.10 ઓગસ્ટથી તા.10 સપ્ટેમ્બર સુધી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાત ગેસ કંપનીને પણ મેન્ટેનન્સ માટે સમય મળી રહેશે
વધુમાં એસોસિયેશનનાં પ્રમુખ વિનોદ ભાડજાએ જણાવ્યું હતું કે, સિરામિક ઉદ્યોગની મંદીને ધ્યાને લઈને ડીવીઝન વાઈઝ મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં વેકેશન રાખવા નિર્ણય કરવા સર્વે ઉદ્યોગપતિ સહમત થયા હતા. કોરોના સમયે દોઢ માસ ફેકટરીઓ બંધ રહી હતી, જેથી ડીમાંડ અને સપ્લાય ચેઈન નિયમિત થતા ઉદ્યોગને ફાયદો થયો હતો. હાલ 25થી 30 ટકા વધુ પ્રોડક્શન હોવાથી ડીમાંડ અને સપ્લાય ચેન ખોરવાઈ છે. એક માસ બંધ રાખવાથી સિરામિક ઉદ્યોગને 10 ટકા જેટલો ફાયદો થશે તેમજ ઉદ્યોગને ગેસ સપ્લાય કરતી ગુજરાત ગેસ કંપનીને પણ મેન્ટેનન્સ માટે સમય મળી રહેશે. ગેસ કંપનીએ પણ સહમતી દર્શાવી હોવાનું જણાવ્યું હતું.

ચોમાસાની ઋતુમાં શ્રમિકો પોતાના વતનમાં ખેતી માટે જતા જ હોય
ફેકટરીઓ બંધ થતા શ્રમિકોની રોજગારી સહિતના મુદે એસો. પ્રમુખ કિરીટભાઈ જણાવ્યું હતું કે, ચોમાસાની ઋતુમાં શ્રમિકો પોતાના વતનમાં ખેતી માટે જતા જ હોય છે. જેથી મજુરની શોર્ટેજ આ સિઝનમાં રહેતી હોય છે, તેમજ હાલ કન્ટેનર ભાડામાં વધારો પણ થયો છે. એટલું જ નહિ ડોમેસ્ટિક માર્કેટમાં દીમંસ અને સપ્લાય રેશિયો અનિયમિત જોવા મળે છે જેથી એક માસ વેકેશન રાખવાથી ડીમાંડ અને સપ્લાય ચેન નિયમિત થશે. જેથી ઓવર સ્ટોક અને ઓવર સપ્લાય ઉપરાંત લીક્વીડીટીનો પ્રશ્ન ઉકેલાઈ જશે.​​​​​​​

દર વર્ષે એક માસનું વેકેશન રાખવાના નિર્ણયની શરૂઆત
ઉલ્લેખનીય છે કે દર વર્ષે સિરામિક એકમો એક માસ મેન્ટેનન્સ માટે બંધ રહેતા જ હોય છે. જોકે પ્રથમ વખત સિરામિક એસો કક્ષાએ નિર્ણય કરીને એસો. સાથે જોડાયેલી તમામ 800 જેટલી ફેકટરીઓ બંધ રાખવા નિર્ણય કરાયો છે. અને દર વર્ષે એક માસનું વેકેશન રાખવાના નિર્ણયની શરૂઆત કરી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment