સુનાવણી:તડીપાર કેસના ખોટા હુકમ મુદ્દે પ્રાંત અધિકારીને કોર્ટની નોટિસ - Alviramir

સુનાવણી:તડીપાર કેસના ખોટા હુકમ મુદ્દે પ્રાંત અધિકારીને કોર્ટની નોટિસ

વેરાવળ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • 11 માસ પહેલાં દંડ કરાયો હતો ન ભરતા અરજદારે ફરી અરજી કરી’તી 28 મીએ સુનાવણી

ગીર સોમનાથ પ્રાંત અધિકારીને તડીપારના ખોટા હુકમ મુદ્દે નોટિસ ફટકારવામાં આવી છે.આ અંગેની મળતી વિગત મુજબ,ગીર-સોમનાથ જિલ્લા પ્રાંત અધિકારી સર્યુંબેન હરીભાઇ ઝણકાટ દ્વારા ચેતન હરીભાઇ બારડ ને ગીર-સોમનાથ જિલ્લા અને બીજા 4 જિલ્લામાંથી તારીખ 1 મેં 2021ના તડીપાર કરવામાં આવ્યો હતો.જેથી ચેતન બારડ દ્વારા 1 માર્ચ 2021ના નામદાર ગુજરાત હાઇકોર્ટમાં આ હુકમને ચેલેન્જ કરાયો હતો.જેથી કોર્ટે 3 માર્ચ 2021ના આ હુકમ પર સ્ટે આપ્યો હતો.બાદમાં સુનાવણી હાથ ધરાતાં પરેશ ઉપાધ્યાયની બેન્ચ દ્રારા 26 ઓગષ્ટ 2021ના આ હુકમ ખોટો હોવાનું કહેવાયું હતું.

ખોટી રીતે તડીપાર કરતા ગીર-સોમનાથના પ્રાંત અધિકારી અને તમામ જવાબદાર અધિકારીઓ ને રૂપિયા દસ હજાર નો દંડ કરવામાં આવ્યો હતો.જો કે દંડની રકમ ભરપાઈ ન કરતા અરજદાર ચેતન બારડ દ્વારા 21 જૂન 2022ના ફરી એપ્લિકેશન દાખલ કરાઈ હતી.જેમાં નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા 29 જૂન ના દિવસે૨ હાલ ના પ્રાંત અધિકારી સર્યું હરીભાઇ ઝણકાટ ને નોટિસ આપવામાં આવી છે વધુ સુનાવણી 28 જુલાઈના હોવાનું જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment