સુરતના સમાચાર:ઈન્ટરવેન્શનલ રેડિયોલોજીની સ્ટેટ લેવલની કોન્ફરન્સનું દેશના નિષ્ણાત તબીબો જોડાશે, આઝાદીના અમૃત મહોત્સવ થીમ પર ફેશન શો - Alviramir

સુરતના સમાચાર:ઈન્ટરવેન્શનલ રેડિયોલોજીની સ્ટેટ લેવલની કોન્ફરન્સનું દેશના નિષ્ણાત તબીબો જોડાશે, આઝાદીના અમૃત મહોત્સવ થીમ પર ફેશન શો

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • State Level Conference On Interventional Radiology Will Be Attended By Expert Doctors Of The Country, Fashion Show On The Theme Of Azadi’s Amrit Mohotsav.

સુરતએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • કોન્ફરન્સમાં મુંબઈ,રાજસ્થાન, જયપુર અને ગુજરાતના તબીબો જોડાઈને માર્ગદર્શન આપશે
  • વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા ભારતની ઝાંખી દર્શાવતા વસ્ત્રો પહેરી મોડલોએ રેમ્પવોક કર્યું હતુ

ગુજરાતમાં પ્રથમ વખત ઈન્ટરવેન્શનલ રેડિયોલોજી એસોસિએશનની આવતીકાલે સુરતમાં પહેલીવાર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યભરના 250થી 300 જેટલા તબીબો હાજર રહેશે. આ તબીબોને દેશભરમાંથી રેડિયોલોજીના નિષ્ણાત તબીબો માર્ગદર્શન આપશે. બીજી તરફ શહેરમાં આઝાદી કા અમૃત મહોત્સવની થીમ પર વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા વસ્ત્રોને મોડલોએ ફેશન શોમાં રેમ્પવોક કરીને પ્રદર્શિત કર્યા હતાં.

કાપકૂપ વગરની ટ્રીટમેન્ટ
સ્મીમેર હોસ્પિટલના રેડીયોલોજીસ્ટ ડો. પરેશ પટેલએ જણાવ્યું હતું કે, ઇન્ટરવેન્શનલ રેડીયોલોજી એક ઝડપથી વિકાસ પામી રહેલી બ્રાન્ચ છે. જેમાં કોઈ પણ જાતની કાપકૂપ કર્યા વગર સોનોગ્રાફી, સીટી સ્કેન અને કૅથ લેબની મદદથી શરીરના દરેક ભાગના ઓપરેશન કરવામાં આવે છે. આખા ગુજરાતમાં આ પ્રકારની સર્જરી કરતા માત્ર 18 જ નિષ્ણાત ડોક્ટર છે. જેથી આ પ્રકારની અવેરનેસ દર્દીઓમાં પણ આવે તે માટે આ પ્રયાસ કરવામાં આવ્યો છે. આ સર્જરીમાં ઓછા સમયમાં ઝડપથી સારી સારવાર મળી રહે છે. જેથી વ્યાપ વધે સેવાનો તે હેતુ સાથે આયોજન કરવામાં આવ્યું છે. જેથી દર્દીઓને અને તબીબોને બન્નેને ફાયદો થશે.

વિદ્યાર્થીનું ક્લેક્શન રજૂ કરાયું
ફેશન ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ INIFD દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ થીમ પર યોજાયેલા આ શોમાં ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ દ્વારા ભારતની ઝાંખી દર્શાવતા ખાસ કલેક્શન ડીઝાઇન કરવામાં આવ્યા હતા. આ કલેકશન સાથે ફેશન શોમાં મોડલોએ રેમ્પ વોક કર્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઇસ્માઇલ શરીફ (ભારત સરકારના ટેક્સટાઇલ મંત્રાલયના આસિસ્ટન્ટ ડિરેક્ટર) હાજર રહ્યા હતા. આ ઉપરાંત ઉત્સવ ધોળકિયા, મોહિત અગ્રવાલ સહિતનાએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓની કામગીરીને બિરદાવી કહ્યું કે,ભારત આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરી રહ્યુ છે ત્યારે ખાદી, કલા-કારીગરી અને સ્થાનિક વિસ્તારોના હાથભરત જેવા હેન્ડમેડ ફેબ્રિકનો ઉપયોગ કરવાનો અને કારીગર, ટ્રેલર્સ અને હસ્ત કારીગરોના વ્યાવસાયીક મૂલ્ય સ્થાપિત કરવાનો પ્રયાસ સરાહનિય છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment