સુરતમાં ઝરમર વરસાદ:ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલ નજીક 331 ફૂટ પર પહોંચી, 12098 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયું - Alviramir

સુરતમાં ઝરમર વરસાદ:ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલ નજીક 331 ફૂટ પર પહોંચી, 12098 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયું

સુરત2 કલાક પહેલા

ઉકાઈની સપાટી પાણીની આવક વધતા વધી રહી છે

  • ઘણા દિવસો બાદ શહેરમાં સૂર્યનારાયણના દર્શન થયા

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે બારે મેઘ ખાંગા થયા હતાં. ત્યારે આજે ઘણા દિવસો બાદ સુરત શહેર અને જિલ્લામાં વરસાદે વિરામ લીધો હોય તેમ ઝરમર વરસાદ વરસ્યો છે. સાથે જ વાદળછાયા વાતાવરણ વચ્ચે સૂર્યનારાયણે દર્શન દીધા હતાં. બીજી તરફ ઉકાઈના ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક વધી રહી છે. ત્યારે ડેમની રૂલ લેવલની સપાટી જાળવી રાખવા માટે તંત્ર દ્વારા પાણીની આવકની સાથે આઉટફ્લો વધારી દેવામાં આવ્યો છે.

શહેરમાં તડકો નીકળતા જનજીવન પાટે ચડી રહ્યું છે.

શહેરમાં તડકો નીકળતા જનજીવન પાટે ચડી રહ્યું છે.

ઉઘાડ થતાં ખેડૂતો ખુશખુશાલ
ઘણા દિવસોથી વરસી રહેલા કાચા સોના સમાન વરસાદથી ખેડૂતોએ ધાન સહિતના પાકોનું વાવેતર કરી દીધું છે. ત્યારે ઉભા પાકને જરૂરી ઉઘાડ થતાં ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે. સવારથી વાદળછાયા વાતાવરણ અને ઝરમર વરસાદ વચ્ચે સૂર્યનારાયણના અલપ ઝલપ દર્શન થઈ જતાં ખેડૂતોને પણ ઉભા પાકને લઈને ફાયદો થવાની આશા છે.

ઉકાઈની સપાટી જાળવી રાખવા માટે પાણી છોડવામાં આવી રહ્યું છે.

ઉકાઈની સપાટી જાળવી રાખવા માટે પાણી છોડવામાં આવી રહ્યું છે.

ઉકાઈની સપાટી જાળવવા તંત્રની મથામણ
ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો છે. સાથે જ મહારાષ્ટ્રના હથનૂર ડેમમાંથી ભારે માત્રામાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના પગલે ઉકાઈ ડેમની સપાટીમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. ઉકાઈ ડેમની સપાટી વધીને સવારે 8 વાગ્યા સુધીમાં 331.26 ફૂટે પહોંચી ગઈ છે. ડેમનું રૂલ લેવલ 333 ફૂટ જાળવી રાખવા માટે તંત્ર દ્વારા મથામણ આદરી દેવામાં આવી છે. ઉકાઈમાં હાલ પાણીની આવક 84298 ક્યુસેક છે. જેની સામે આઉટ ફ્લો 12098 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. વિયર કમ કોઝવની સપાટી 6.54 મીટરે પહોંચી ગઈ છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment