સુરતમાં મેઘરાજાએ વિરામ લીધો:ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલ નજીક 332.90 ફૂટે પહોંચતા ડિસ્ચાર્જ વધારાયું, તાપી નદીમાં 17 હજાર ક્યુસેક પાણી છોડાયું - Alviramir

સુરતમાં મેઘરાજાએ વિરામ લીધો:ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલ નજીક 332.90 ફૂટે પહોંચતા ડિસ્ચાર્જ વધારાયું, તાપી નદીમાં 17 હજાર ક્યુસેક પાણી છોડાયું

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Interruption Of Rain Amid Cloudy Conditions, Discharge Increased As Ukai Dam Surface Reaches 332.90 Feet Near Rule Level

સુરતએક કલાક પહેલા

  • કૉપી લિંક

ઉકાઈની સપાટી જાળવી રાખવા તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે.

  • ઉકાઈ ડેમમાંથી હાઈડ્રો મારફતે 17714 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે

છેલ્લા થોડા દિવસોથી મેઘરાજાની અવિરત સવારી આજે સોમવારે થંભી ગઈ છે. મેઘરાજાએ વિરામ લીધો હોય તેમ આજે વાદળછાયા વાતાવરણમાં નહિવત વરસાદ નોધાયો છે. જિલ્લાના અમુક તાલુકાઓમાં હળવા વરસાદી ઝાપટા પડ્યાં છે. સાથે જ ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમમાં પાણીની આવક યથાવત રહી છે. જેથી ઉકાઈ ડેમ આજના રૂલ લેવલ 333 ફૂટ નજીક 332.90 ફૂટે પહોંચતા ડિસ્ચાર્જ વધારીને 17714 ક્યુસેક કરવામાં આવ્યું છે.

ખેડૂતોમાં ખુશી
છેલ્લા થોડા દિવસોથી વરસી રહેલો વરસાદ ઉભા પાક માટે કાચા સોના સમાન સાબિત થયો છે. બીજી તરફ વરસાદ થંભી જતાં નવા વવાયેલા પાકને પણ ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે. તો ઉકાઈ ડેમની પણ સપાટી ધીમે ધીમે વધી રહી હોવાથી ખેડૂતોને સિંચાઈનો પ્રશ્ન હલ થાય તેવી આશા છે.

ઉકાઈમાંથી હાઈડ્રોમાં પાણી છોડાયું
ઉકાઈ ડેમની સપાટી ક્રમશઃ વધી રહી છે. ડેમનું રૂલ લેવલ જુલાઈ મહિનાનું 333 ફૂટ છે. આજે ડેમમાં પાણીની આવક 46555 ક્યુસેક છે. જેની સામે હાઈડ્રો મારફતે પાણી છોડવામાં આવી રહ્યું છે. 3 હાઈડ્રો કાર્યરત કરી દેવામાં આવ્યાં છે. જેથી ઈલેક્ટ્રીસિટીનું ઉત્પાદન પણ થઈ રહ્યું છે. હાઈડ્રો મારફતે 17714 પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી ઉકાઈ ડેમની સપાટી 332.90 ફૂટ પર પહોંચી ગઈ છે. કોઝ વેની સપાટી 6.85 મીટર છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment