સુવિધાનો અભાવ:એક જ એમ્બ્યુલન્સના કારણે પશુ સારવારના અડધોઅડધ કેસ પેન્ડિંગ - Alviramir

સુવિધાનો અભાવ:એક જ એમ્બ્યુલન્સના કારણે પશુ સારવારના અડધોઅડધ કેસ પેન્ડિંગ

ભુજએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • શહેરમાં 1962 એનિમલ હેલ્પલાઈનનો ઉપયોગ વધ્યો
  • બીજા​​​​​​​ વાહન માટે માંગણી છતાં સરકાર દાદ નથી આપતી

માણસોમાં ઇમરજન્સી કેસ જોવા મળે તો તાત્કાલિક સારવાર માટે સરકાર દ્વારા 108 ની સુવિધા ઉભી કરવામાં આવી છે તેવી જ રીતે રખડતા પશુઓ દર્દથી કણસે નહિ અને તાકીદના ધોરણે સારી સારવાર મળી રહે તેવા હેતુ સાથે સરકાર દ્વારા 1962 પશુ હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે.

કચ્છમાં એકમાત્ર ભૂજ શહેર ખાતે જ આ એમ્બ્યુલન્સની વ્યવસ્થા આપવામાં આવી છે જેમાં પણ કોલનો ધસારો વધવા લાગતા એમ્બ્યુલન્સ દરેક કેસો સુધી પહોંચી શકતી નથી અને અમુક કેસો પેન્ડિંગ રહી જતા હોવાથી પશુ મોતના મુખમાં પણ ધકેલાઈ જાય છે આવા સંજોગોમાં સરકાર સમક્ષ શહેરમાં બીજી એમ્બ્યુલન્સ ફાળવવા માટે માંગણી કરવામાં આવી છે પણ મહત્વની વાત એ છે કે,અવારનવારની રજૂઆત છતાં તેને દાદ મળતી નથી.

સૂત્રોએ જણાવ્યું કે,શહેરમાં 1962 એનિમલ હેલ્પલાઈનને દરરોજ આશરે 38 થી 40 કોલ આવતા હોય છે જેમાં અડધોઅડધ કેસોમાં સ્ટાફ પહોંચી શકતો નથી કારણકે એક જ એમ્બ્યુલન્સ છે.જિલ્લામાંથી તેમજ અમદાવાદ ડિવિઝન કક્ષાએથી પણ ભુજને હજી એક એમ્બ્યુલન્સ ફાળવવા માટે રજુઆત કરવામાં આવી છે પણ સરકાર દ્વારા કોઈ દાદ આપવામાં આવતી નથી.

સવારે 10 થી સાંજે 8 વાગ્યા સુધીની સેવામાં તમામ પશુઓ સુધી ન પહોંચી શકતા હોવાનું ખુદ કર્મચારીઓએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય બાબત છે કે, શહેરમાં અન્ય સસ્થાઓ પણ આ કાર્ય સાથે સંકળાયેલી હોવાથી લોકો 1962માં દાદ ન મળે તો સંસ્થાનો સંપર્ક કરી લેતા હોય છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment