સુવિધા:બુલેટ ટ્રેનના કર્મીની તાલીમ માટે 11 સેમ્યુલેટર ફિટ થશે - Alviramir

સુવિધા:બુલેટ ટ્રેનના કર્મીની તાલીમ માટે 11 સેમ્યુલેટર ફિટ થશે

વડોદરા4 કલાક પહેલા

  • કૉપી લિંક
  • જાપાનની કંપની પાસેથી ખરીદાશે
  • રૂા.201.21 કરોડના ખર્ચ થશે, વર્ક ઓર્ડર અપાયો

નેશનલ હાઈ સ્પીડ કોર્પોરેશન દ્વારા ટ્રેનિંગ માટે પણ જાપાનને બદલે વડોદરા ખાતે તમામ ડ્રાઇવર અને અન્ય કર્મચારીઓને ટ્રેનિંગ મળી રહે તે માટે સેમ્યુલેટરનો વર્ક ઓર્ડર પણ અપાયો છે. 201.21 કરોડના ખર્ચે 11 સેમ્યુલેટર જાપાનથી ખરીદાશે.

વડોદરા ખાતે બુલેટ ટ્રેનનું ટ્રેનિંગ સેન્ટર બનાવાયું છે ત્યારે બુલેટ ટ્રેન ચલાવવા ડ્રાઇવરો તેમજ કંડક્ટર સહિતના અન્ય સ્ટાફને ટ્રેનિંગ મળે તે માટે નેશનલ હાઈ સ્પીડ કોર્પોરેશને 11 જેટલા સેમ્યુલેટર ખરીદવા વર્ક ઓર્ડર આપ્યો છે. 28 મહિનામાં આ સેમ્યુલેટર વડોદરાના ટ્રેનિંગ સેન્ટરમાં આવી શકે છે. ક્રૂ મેમ્બર માટે 10 સેમ્યુલેટર અને 1 સેમ્યુલેટર ડ્રાઇવર સહિતના અન્ય કર્મચારીઓ માટે રહેશે. 201.21 કરોડના ખર્ચે 11 સેમ્યુલેટર ખરીદવા જાપાનની કંપનીને ઓર્ડ અપાયો છે. ઉલ્લેખનીય છે કે, લાલબાગ ટ્રેનિંગ સેન્ટર ખાતે અગાઉ પણ એક સેમ્યુલેટર ખરીદીને મૂકાયું છે.

બુલેટ ટ્રેનનો મેન્ટેનન્સ ડેપો અમદાવાદના સાબરમતી ખાતે બનશે, ત્યાં કામ કરનાર કર્મચારીઓ માટે પણ આ સેમ્યુલેટર પરની ટ્રેનિંગ ખૂબ જ ઉપયોગી છે. સેમ્યુલેટરમાં સિગ્નલિંગ, બ્રેકિંગ અને અન્ય કાર્ય પદ્ધતિ વિશે પ્રેક્ટિકલ સમજ પણ મળી રહેશે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment