સેવા:વલસાડમાં 14 હજાર પુરગ્રસ્ત પીડિતોની આંતરડી ઠારી - Alviramir

સેવા:વલસાડમાં 14 હજાર પુરગ્રસ્ત પીડિતોની આંતરડી ઠારી

વલસાડ33 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • અનાવિલ સમાજ અને લાયન્સ કલબે 6 લાખના સ્વખર્ચે 5 દિવસથી ભોજન પીરસ્યું

વલસાડમાં નીચાણવાળા વિસ્તારોમાં ઔરંગા નદીના પુરમાં બેહાલ પરિવારોને મદદ કરવા વલસાડ અનાવિલ પરિવાર,અનાવિલ યુવા પાંખ અને લાયન્સ કલબ વ્હારે આવી રહ્યું છે.આ કાર્યકરોએ સતત 5 દિવસથી સવારે ચા નાસ્તો,બપોરનું અને રાત્રી ભોજન માટે જાતે રસોઈ બનાવી રસોડું ધમધમાવી માનવતા મહેકાવી છે. આ સેવાભાવી કાર્યકરો રૂ.6 લાખનો ખર્ચ કરી પીડિતોને મદદરૂપ થવા સમાજમાં ઉમદા ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે

વલસાડમાં ઉપરવાસ ધરમપુર તાલુકામાં અતિભારે વરસાદના પગલે ઔરંગા નદીમાં ઘોડાપુર આવતા શહેરના નીચાણવાળા વિસ્તારો હનુમાનભાગડા,લીલાપોર અને વેજલપોર ગામોમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા 14 હજાર પીડિતો અને તેમના પરિવારજનો માટે કઠિન પરિસ્થિતિ સર્જાઈ હતી.સતત 4 વખત વલસાડમાં આવેલા પુરને લઈ પીડિતો અને બાળકો, વૃધ્ધો મહિલાઓને સવારે ચા નાસ્તો,બપોરે અને રાત્રે ભોજન પૂરું પાડવા લાયન્સ કલબ,અનાવિલ પરિવાર અને અનાવિલ યુવા પાંખના કાર્યકરો પીડિતોને વ્હારે આવવા માટે તાત્કાલીક આયોજન કરયુ હતું.

અનાવિલ સમાજ અને લાયન્સના આ સેવાભાવી કાર્યકરો લાયન્સ કલબ પ્રમુખ કાર્તિક આઈ દેસાઈ,ટ્રેઝરર અભિલાષ દેસાઈ,સેક્રેટરી કૌશલ દેસાઈ,અનાવિલ યુવા પાંખના પ્રમુખ ભાસીન દેસાઈ વિગેરે કાર્યકરોની ટીમ હનુમાન ભાગડા,લીલાપોર અને વેજલપોર વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં સતત 5 દિવસથી સવારે ચા નાસ્તો,બપોરે અને રાત્રે ભોજન માટે કાર્યકરોએ જાતે રસોડું ચલાવી 14 હજાર વ્યક્તિઓને ફૂડ પેકેટો તૈયાર કરી ભોજન પૃરું પાડી રહ્યા છે. જેનો અત્યાર સુધી રૂ.6 લાખનો ખર્ચ થયો છે.હજી આ યજ્ઞ આગળ ધપાવવામાં આવશે.પુર અસરગ્રસ્ત પીડિતોને પૂન: પ્રસ્થાપિત કરાવવા માટે સામગ્રીઓ પુરી પાડવા પણ કાર્યવાહી હાથ ધરવા અને પીડિતોને મુશ્કેલીની ઘડીમાં મદદ પહોંચાડી સમાજમાં માનવતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment