ભાવનગર8 કલાક પહેલા
- કૉપી લિંક

મંત્રી જીતુ વાઘાણી – ફાઈલ તસવીર
- વર્ષોથી ત્રણ તંત્ર વચ્ચે ફંગોળાતા આ પ્રશ્ન વિવિધ વિભાગોના મંત્રી અને મુખ્યમંત્રીનો હકારાત્મક અભિગમને લીધે ઉકેલાયો
કોઈપણ શહેરનો વિકાસ તેના રીંગરોડના વિકાસને આધારિત હોય છે. ભાવનગરમાં 297 કરોડનાં ખર્ચે બનનાર રિંગરોડનો પ્રોજેક્ટ સરકારના જ જુદા જુદા વિભાગો વચ્ચે જ ટેકનિકલ મુદ્દાઓને કારણે ટલ્લે ચડયો હતો. જો કે ભાવનગર મહાનગરપાલિકાની રજૂઆત બાદ કેબીનો મંત્રી જીતુભાઈ વાઘાણીએ મુખ્યમંત્રી અને સંબંધિત મંત્રીઓને રજૂઆત કરી આ રીંગરોડને સૈદ્ધાંતિક મંજૂરી અપાવેલ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને અન્ય મંત્રીઓના હકારાત્મક અભિગમને કારણે આ પ્રશ્ન ઉકેલાયો હોવાનું જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું.
રીંગરોડ બનાવવામાં જમીન સંપાદનનો પ્રશ્ન પેચીદો હોય છે
રાજ્ય સરકારનાં ગુજરાત મેરીટાઈમ બોર્ડ શહેરી વિકાસ વિભાગ, માર્ગ અને મકાન વભાગ તથા મહાનગરપાલિકા દ્વારા ભાવનગરનો નવા બંદરથી ટોપ-થ્રી સનેમા અને માલણકા સુધીનો રિંગરોડ થનાર છે. સામાન્ય રીતે રીંગરોડ બનાવવામાં જમીન સંપાદનનો પ્રશ્ન પેચીદો હોય છે. પરંતુ આ રીંગ રોડમાં સરકારી પડતર, જીએમબીની જમીન અને ટી.પી. સ્કીમની જમીન મળતી હોવાથી જમીન સંપાદનનો પ્રશ્ન રહેતો ન હતો.
3 વર્ષમાં માત્ર 70 કરોડ રૂપિયા કોર્પોરેશનને ફાળવવામાં આવ્યા
ગુજરાત મેરીટાઈમ બોર્ડે આ રીંગરોડમાં આવતા 9 જેટલા ગોડાઉન ખાલી કરી તોડવા માટે કોન્ટ્રાક્ટર પાસે કામગીરી કરાવવાની રહેશે અને તે કોન્ટ્રાક્ટર પાસેથી રૂા.10 લાખ વસુલવાના રહેશે. જે જીએમબીને અપાવવાના રહેશે. તેવી શરત મુકી હતી અને આ રીંગરોડ સરકારની SJMMSVY યોજનાની ગ્રાન્ટમાંથી કરવાની શરત હતી. પણ આ યોજના નીચે છેલ્લા 3 વર્ષમાં માત્ર 70 કરોડ રૂપિયા કોર્પોરેશનને ફાળવવામાં આવ્યા છે. જેમાંથી કોર્પોરેશને નાનામોટા વિકાસ કામો કરેલ છે. એટલે આ ગ્રાંટમાંથી રીંગરોડ બનાવવાનો હોય તો આ શરત મુજબ 10 વર્ષે પણ આ રસ્તો બની શકે તેમ ન હતો.
297 કરોડ ફાળવી રીંગરોડ બનાવવા માટે કરાવી
આ બધા વિવાદોનો અંત લાવવા કેબીનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ સંયુક્ત મીટીંગ બોલાવી 40, 40.20 દ્વારા જી.એમ.બી. શહેરી વિકાસ વિભાગ તથા માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂા.297 કરોડ ફાળવી રીંગરોડ બનાવવા માટેનું નક્કી કરાવેલ છે.છેલ્લા ઘણા સમયથી થયેલી રીંગરોડનો આ પ્રશ્ન ટલ્લે ચડતા શહેરનો વિકાસ અટકી ગયો હતો. પરંતુ સરકારના જુદા-જુદા વિભાગો વચ્ચે સંકલનથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને માર્ગ અને મકાનના મંત્રી અને બંદરો અને વાહન વ્યવહાર ખાતાના મંત્રીને રજૂઆત કરી આ સમગ્ર પ્રોજેક્ટને જીતુ વાઘાણી ગતિમાં લાવ્યા છે અને રીંગરોડ શકય તેટલો વહેલો તૈયાર થાય તે માટે પ્રયત્નશીલ છે.
ભાવનગરના અણઉકેલ પ્રશ્નોના ઉકેલ અને સર્વાંગી વિકાસ માટે કટીબદ્ધ છું : મંત્રી જીતુભાઈ વાઘાણી
ભાવનગરના રીંગરોડનો પ્રશ્ન ઘણા વર્ષોથી ગુંચવાયેલો હતો જુદા જુદા તંત્રો વચ્ચે સંકલન કરી આ પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવ્યું છે. ભાવનગરના વિકાસનો કોઈ પ્રશ્ન હોય કે કોઈપણ સમસ્યા હોય તો તેનો ઉકેલ લાવવા માટે હું કટીબદ્ધ છું. ભાવનગરના વિકાસના ઘણાબધા કાર્યો થયા છે અને હજુ પણ થવાના છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ નીચે સમગ્ર રાજ્યમાં સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે ત્યારે ભાવનગર પણ વિકાસની બાબતમાં પાછળ નહીં રહે. શહેર અને જિલ્લાનો સર્વાંગી વિકાસ થાય તે માટે કટીબદ્ધ છું.