સોલા સિવિલની માનવતા:કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના સંબંધીઓને મૃતકના ફોન, લાઇસન્સ, દાગીના પરત કરાયાં - Alviramir

સોલા સિવિલની માનવતા:કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના સંબંધીઓને મૃતકના ફોન, લાઇસન્સ, દાગીના પરત કરાયાં

અમદાવાદ3 કલાક પહેલા

  • કૉપી લિંક

સોલા સિવિલ હોસ્પિટલ તંત્રને કોરોનાથી મૃત્યુ થયેલા 8 જેટલાં દર્દીની ફોન, ડ્રાઇવિંગ લાઇસન્સ, ચાંદીના દાગીના મળી આવતાં હોસ્પિટલ તંત્રે મૃતકના સગાંની ઓળખ કરીને પરત કર્યા હતા.

સોલા સિવિલના સુપરિટેન્ડેન્ટ ડો. દીપિકાબેન સિંઘલ જણાવ્યું કે, કોરોનાની બીજી વેવ્ઝમાં ડીઆરડીઓ દ્વારા 900 બેડની હોસ્પિટલ શરૂ કરાઇ હતી, પરંતુ કોવિડના કેસ ઘટતા ગત એપ્રિલ-મેમાં હોસ્પિટલ દ્વારા અપાયેલો સરસામાન પાછો લવાઇ રહ્યો હતો. ત્યારે એક કબાટમાંથી મૃતક દર્દીના મોબાઇલ, ડ્રાઇવિંગ લાઇસન્સ સહિતની વસ્તુઓ મળી આ‌વતા તેના આધારે મૃતકના સગાંનો સંપર્ક કરાયો હતો. બે મૃતકના સગાંએ ઓળખ રજૂ કરતાં ફોન, લાયસન્સ જેવી વસ્તુઓ સોંપી છે. જયારે અન્ય 6 મૃતકની વસ્તુઓ આપવાની બાકી છે.

સગાંએ મૃતક-પોતાની ઓળખ આપવી જરૂરી
મૃતકના મળેલા મોબાઇલ, ડ્રાઈવિંગ લાઈસન્સ અને ચાંદીના દાગીના જેવી વસ્તુઓ લેવા જતાં સગાએ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટનો સંપર્ક કરવાનો રહેશે. તેમને સગાએ પોતાનું ઓળખ કાર્ડ અને મૃતક સાથેનો સંબધ તેમજ મૃતકની ઓળખ આપતો પુરાવો રજૂ કરવાનો રહેશે.

મૃતકના નામ

  • દીપિકાબેન
  • પદ્માબેન
  • રમાબેન
  • સતીષ
  • મીતેન સોલંકી
  • રમેશચંદ્ર જોષી
  • જીજીબેન
  • કુબેરસિંગ

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment