સ્કૂલમાં મતદાન જાગૃતિ અભિયાન:લુણાવાડાની કિશન માધ્યમિક વિદ્યાલયમાં શાળા પંચાયતની ચૂંટણી યોજાઈ; આબેહૂબ ચૂંટણી જેવી વ્યવસ્થા કરાઈ બાળકોને લોકશાહીનું મહત્વ સમજાવાયું - Alviramir

સ્કૂલમાં મતદાન જાગૃતિ અભિયાન:લુણાવાડાની કિશન માધ્યમિક વિદ્યાલયમાં શાળા પંચાયતની ચૂંટણી યોજાઈ; આબેહૂબ ચૂંટણી જેવી વ્યવસ્થા કરાઈ બાળકોને લોકશાહીનું મહત્વ સમજાવાયું

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mahisagar
  • School Panchayat Elections Held At Kishan Madhyamik Vidyalaya, Lunawada; The Importance Of Democracy Was Explained To The Children By Arranging Vivid Elections

મહિસાગર (લુણાવાડા)29 મિનિટ પહેલા

  • પ્રિસાઇડિંગ ઓફિસર ,આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ,પોલિંગ ઓફિસરની પણ નિમણૂક કરવામાં આવી

કિસાન માધ્યમિક વિદ્યાલય લુણાવાડા ખાતે શાળા પંચાયતની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં શાળાના વિધાર્થીઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. આ ચૂંટણી પ્રક્રિયા લોકશાહી પદ્ધતિથી કરવામાં આવી અને આ શાળા પંચાયતની ચૂંટણી આકર્ષકનું કેન્દ્ર બની. જેમ સમગ્ર દેશ ભરમાં લોકસભા વિધાનસભા તથા સ્થાનિક સ્વરાજની ચૂંટણી કરવામાં આવે છે તે જ પ્રણાલી પ્રમાણે ચૂંટણી યોજવામાં આવી હતી. ચૂંટણી પ્રક્રિયા અગાઉ મતદાન જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો.

દરેક વર્ગમાં પ્રચાર પ્રસાર પણ કરવામાં આવ્યો
​​​​​​
​શાળાના તમામ વિદ્યાર્થીઓ મતદાનનું મૂલ્ય સમજે અને ફરજિયાત મતદાન કરે તે માટે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું. ત્યારબાદ ઉમેદવારી નોંધાવેલ વિદ્યાર્થી દ્વારા વર્ગ ખંડમાં પ્રચાર પ્રસાર કાર્યક્રમ યોજવામાં આવ્યો અને ચૂંટણીના દિવસે વર્ગ ખંડમાં મતદાન કુટિર બનાવી મોબાઈલ માં EVM મશીન એપ્લિકેશનની મદદથી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી. જેમાં શાળાના ભાગ લીધેલ વિદ્યાર્થીઓ પ્રિસાઇડિંગ ઓફિસર ,આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ,પોલિંગ ઓફિસરની નિમણૂક કરવામાં આવી અને તમામ વ્યવસ્થા ગોઠવાયા બાદ શાળાના તમામ વિદ્યાર્થીઓએ મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો હતો.

આ કાર્યક્રમ થકી વિધાર્થીઓ મતદાન જાગૃતિ આવે તે હેતુથી કરવામાં આવ્યો
શાળા પંચાયતની ચૂંટણી કાર્યક્રમ યોજવાનો હેતુ શાળાના બાળકોને લોકશાહી ઢબે ચૂંટણી કેવી રીતે થાય છે અને લોકશાહી પર્વ કેવી રીતે ઉજવાય છે, તેનાથી માહિતગાર કરવાનો હતો. તથા મતદાન પોતાનો અધિકાર છે અને મતદાન ફરજિયાત કરવું જોઈએ તેવી જાગૃતિ કેળવાય તે હેતુસર શાળાના બાળકોએ આજે ઉત્સાહભેર આ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લીધો હતો.

બાળકો લોકશાહીના તહેવારનું મહત્વ સમજે- શાળાના આચાર્ય
શાળામાં યોજાયેલ કાર્યક્રમ વિશે શાળાના આચાર્યને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે ભારતએ લોકશાહી દેશ છે અને લોકશાહી દેશમાં ચૂંટણી એ સૌથી મોટો લોકશાહી નો પર્વ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આજરોજ કિસાન માધ્યમિક વિદ્યાલય લુણાવાડા ખાતે શાળા પંચાયતની ચૂંટણી યોજવામાં આવી હતી જે રીતે સ્થાનિક સ્વરાજ , લોકસભક, વિધાનસભાની ચૂંટણી યોજાય છે. તે જ માહોલમાં આ ચૂંટણી યોજાઈ હતી. બાળકો જ્યારે 18 વર્ષના થાય ત્યારે તે મતદાન આપવા માટે જાગૃત થાય અને તેમનો મત આપવાનો અધિકાર મેળવે અને તેની પ્રક્રિયાથી માહિતગાર થાય એ હેતુથી સર શાળામાં શાળા પંચાયતની ચૂંટણી યોજવામાં આવી હતી.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment