સ્ટંટ કરતાં મોત મળ્યું:ઉમલાવમાં ધૂમ સ્ટાઇલમાં રોંગ સાઇડે એક્ટિવા ચલાવવાના ચક્કરમાં યુવક કાર સાથે અથડાયો, સારવાર દરમિયાન મોત - Alviramir

સ્ટંટ કરતાં મોત મળ્યું:ઉમલાવમાં ધૂમ સ્ટાઇલમાં રોંગ સાઇડે એક્ટિવા ચલાવવાના ચક્કરમાં યુવક કાર સાથે અથડાયો, સારવાર દરમિયાન મોત

આણંદ12 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ભાદરણ પોલીસે ટુ વ્હીલર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

બોરસદના ઉમલાવ-સીસ્વા રોડ પર રોંગ સાઇડે પુરઝડપે જતું ટુ વ્હીલર સામેથી આવતી કાર સાથે ધડાકાભેર અથડાયું હતું. જેના કારણે તેના પર સવાર ચાલકનું મોત નિપજ્યું હતું. આ અંગે ભાદરણ પોલીસે ટુ વ્હીલર ચાલક સામે ગુનો નોંધ્યો હતો.

એક્ટિવા ધડાકાભેર કાર સાથે અથડાયું
સારોલ ગામે રહેતા જયદીપકુમાર મહિડા એપીએમસીમાં અનાજનો વેપાર કરે છે. તેઓ પોતાની કાર લઇને 21મી જુલાઇના રોજ બોરસદથી તેમના ઘરે સારોલ ગામે જવા નિકળ્યાં હતાં. આ સમયે તેમની સાથે તેમના દાદા પ્રતાપસિંહ પણ હતાં. તેઓ ઉમલાવ – સીસ્વા રોડ પર ભાથીજી મંદિર નજીક પહોંચ્યાં તે સમયે સામેથી પુરપાટ ઝડપે રોંગ સાઇડે ધસી આવતું એક્ટિવા ધડાકાભેર કાર સાથે અથડાયું હતું. જેના કારણે તેના પર સવાર યુવક રસ્તા પર જ પટકાયો હતો.

સારવાર દરમિયાન મોત
આ અકસ્માતના પગલે જયદીપકુમાર તુરંત તેમની પાસે પહોંચ્યાં હતાં. જોકે, એક્ટિવા ચાલક ગંભીર રીતે ઘવાયો હતાં. આ સમયે તેમનું નામ પુછતાં રાકેશ જયંતિભાઈ પટેલ (ઉ.વ.42, રહે. ઉમલાવ) હોવાનું જણાવ્યું હતું. જોકે, જયદીપે તુરંત તેમને કારમાં મુકી સીસ્વા સારવાર માટે લઇ ગયાં હતાં. જ્યાંથી 108 એમ્બ્યુલન્સમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન મૃત્યું નિપજ્યું હતું. આ અંગે ભાદરણ પોલીસે એક્ટીવા ચાલક રાકેશ જયંતિભાઈ પટેલ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment