સ્ટાર્ટઅપનું એક્ઝિબિશન:એગ્રી બિઝનેસમાં દેશભરથી 3 કેટેગરીમાં GTUમાં સ્ટાર્ટઅપ આવશે, ચેમ્બર ઈન્વેસ્ટરને બતાવી રોકાણ કરાવશે - Alviramir

સ્ટાર્ટઅપનું એક્ઝિબિશન:એગ્રી બિઝનેસમાં દેશભરથી 3 કેટેગરીમાં GTUમાં સ્ટાર્ટઅપ આવશે, ચેમ્બર ઈન્વેસ્ટરને બતાવી રોકાણ કરાવશે

અમદાવાદ30 મિનિટ પહેલા

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીમાં આગામી 21 અને 22 જુકાઈએ એગ્રીકલ્ચરને લગતા સ્ટાર્ટઅપનું એક્ઝિબિશન થશે. આ સ્ટાર્ટઅપ એક્ઝિબિશનમાં 3 કેટેગરીના 30 જેટલા સ્ટાર્ટઅપ હશે. આ તમામ સ્ટાર્ટઅપને બિઝનેસ સુધી પહોંચવા માર્ગ મળે તે માટે અમદાવાદ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વેપારીઓ તથા ઇન્વેસ્ટરને બોલાવી રૂબરૂ સ્ટાર્ટઅપ બતાવવામાં આવશે. જેથી સ્ટાર્ટઅપમાં ઈન્વેસ્ટરને રસ પડે તો રોકાણ કરી શકે.

સ્ટાર્ટઅપને GTUમાં ઇન્વેસ્ટર મળશે
પ્યોર એગ્રી બિઝનેસ, એગ્રી કલ્ચરમાં ટેક્નોલોજી અને એગ્રી કલ્ચરમાં લોજીસ્ટિક એમ 3 અલગ અલગ કેટેગરીમાં 30 જેટલા સ્ટાર્ટઅપ ગુજરાત સહિત સમગ્ર દેશમાં GTU આવશે. આ સ્ટાર્ટઅપ માટે એક્ઝિબિશન માટે જ નહીં પરંતુ સ્ટાર્ટઅપને આગળ લઈ જવા એક નક્શો મળે તથા જે જરૂરિયાત હોય તે પૂરી થાય તે માટે અમદાવાદ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા શાર્ક ટેન્કનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ સ્ટાર્ટઅપને રજૂ કરવામાં આવશે. જે બાદ ઇન્વેસ્ટર તેમને પસંદ આવે તે સ્ટાર્ટઅપમાં ઇન્વેસ્ટ પણ કરશે.

એગ્રી કલ્ચરના 30 ટોપ સ્ટાર્ટઅપ હશે
આ અંગે GTUના કુલપતિ નવીન શેઠે જણાવ્યું હતું કે, દેશભરના એગ્રી કલ્ચરના 30 ટોપ સ્ટાર્ટઅપ એક્ઝિબિશનમાં ભાગ લેશે. આ સ્ટાર્ટઅપ વેપારી, સરકારી યોજના તથા ઇન્વેસ્ટર સાથે કનેક્ટ થાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે. સ્ટાર્ટઅપને ફંડિંગ અને સપોર્ટ મળે તે માટે અમદાવાદ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઇન્વેસ્ટરને પણ બોલાવવામાં આવ્યા છે.

વિદ્યાર્થીઓ માટે સિરીઝ પણ રાખવામાં આવી
પ્રોજેક્ટ કોર્ડિનેટર હિરેન બેંકરે જણાવ્યું હતું કે, આ માત્ર સ્ટાર્ટઅપ નથી. આમાં સ્ટાર્ટઅપને બિઝનેસ સુધી લઈ જવા એક રસ્તો મળશે. ઉપરાંત વિદ્યાર્થીઓ સ્ટાર્ટઅપ પરથી પોતે કઈ કરવા ઇચ્છતા હોય તો તેમના માટે સિરિઝનું આયોજન કરવામાં આવ્યું છે. 5 અલગ અલગ સિરીઝ સ્ટાર્ટઅપ અંગે તેમને પૂરું જ્ઞાન આપશે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment