સ્થાનિકોને ભારે હાલાકી:ચાણસ્માના સરસાવ ગામમાં ચુડવેલ નામની જીવાતનો ઉપદ્રવ વધ્યો, રજૂઆત કરી પણ કોઇ દવાનો છંટકાવ નહીં - Alviramir

સ્થાનિકોને ભારે હાલાકી:ચાણસ્માના સરસાવ ગામમાં ચુડવેલ નામની જીવાતનો ઉપદ્રવ વધ્યો, રજૂઆત કરી પણ કોઇ દવાનો છંટકાવ નહીં

પાટણ12 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • આરોગ્યતંત્ર સરસાવ ગામમાં રોગચાળો ફેલાય તેની રાહ જોઈ રહ્યું છે?

ચાણસ્મા તાલુકામાં મેઘરાજાની મહેરબાની બાદ મચ્છર સહિત અન્ય જીવાતોનો ભારે ઉપદ્રવ વધી રહ્યો છે. ત્યારે ચાણસ્મા તાલુકાના સરસાવ ગામની અંદર આવેલા રોહિત વાસની અંદર ચૂડવેલ નામની કહેવાતી જીવતોનો ભારે ઉપદ્રવ વધી રહેતા સ્થાનિક લોકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. ત્યારે તંત્રને રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ દવાનો છંટકાવ કરવામાં આવેલ ન હોવાનું જાણવા મળ્યું હતું.

સ્થાનિકોને હાલાકી
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના સરસાવ ગામે આવેલા રોહિત વાસની અંદર ચૂડેલ નામની જીવાતના કારણે સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે સ્થાનિકો દ્વારા તાલુકા પંચાયતના પ્રમુખને રજૂઆત કરાતા પ્રમુખ દ્વારા આરોગ્ય વિભાગમાં જાણ કરીશ તેવી હૈયાધારણા આપી હતી તેમ છતાં આરોગ્યતંત્રના અધિકારીઓ આજ દિન સુધી આવ્યા ન હોય ચુડવેલ નામની જીવાતોનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો હોય તેવું ગામના રોહિત વાસના જાગૃત નાગરિકો દ્વારા જણાવ્યું હતું.

હેલ્થ ઓફિસરે ફોન ન ઉપાડ્યો
તાલુકા પંચાયતના પ્રમુખને ટેલીફોનિક જાણ કરાતા પ્રમુખ દ્વારા જણાવ્યું હતું કે, મને જાણ થતા મેં આરોગ્યતંત્રમાં જાણ કરી છે. ત્યારે તાલુકા હેલ્થ ઓફિસરનો ટેલીફોનિક સંપર્ક કરતા તેમને ફોન રિસીવ કરવાનું ટાળ્યું હતું. અત્રે ઉલ્લેખની એ છે કે, શું આરોગ્યતંત્ર સરસાવ ગામમાં રોગચાળો ફેલાય તેની રાહ જોઈ રહ્યું છે કે શું તેવા અનેક પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment