સ્થાનિક પોલીસ સૂતી રહી:પડધરીમાં સ્ટેટ મોનિટરિંગ સેલે ગેરકાયદે ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપ્યું, સ્કૂલ પાછળ ટેન્કર રાખી સિલિન્ડર ભરતા, 49 લાખનો મુદ્દામાલ જપ્ત - Alviramir

સ્થાનિક પોલીસ સૂતી રહી:પડધરીમાં સ્ટેટ મોનિટરિંગ સેલે ગેરકાયદે ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપ્યું, સ્કૂલ પાછળ ટેન્કર રાખી સિલિન્ડર ભરતા, 49 લાખનો મુદ્દામાલ જપ્ત

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • State Monitoring Cell In Paddhari Busts Illegal Gas Refilling Scam, Tanker Kept Behind School Filling Cylinders, Seized Rs 49 Lakh

રાજકોટ2 કલાક પહેલા

ટેન્કરમાંથી ગેસ સિલન્ડરમાં ભરાતો હતો.

રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ટેન્કરમાંથી બારોબાર ગેરકાયદેસર રીતે ચાલતા ગેસ રિફિલિંગના કૌભાંડનો સ્ટેટ મોનિટરિંગ સેલે પર્દાફાશ કર્યો છે. ગઇકાલે રાત્રિના રાજકોટના પડધરી નજીક રંગપર પાટિયા પાસે જવાહર નવોદય વિદ્યાલય પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં દરોડો પાડી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ગેરકાયદેસર રીતે થતા ગેસ રિફિલિંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જેમાં પોલીસે રેડ દરમિયાન ગેસ ભરેલ ટેન્કર, 24 ગેસ સિલિન્ડર સહિત કુલ 49 લાખનો મુદ્દામાલ કબ્જે કરી 7 લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ટેન્કરમાંથી ગેસની ચોરી કરવાની ગેરકાયદેસર પ્રવૃતિ થતી હતી
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં જામનગર-રાજકોટ હાઇવે રોડ ઉપર રંગપર ગામના પાટિયાની સામેના ભાગે જવાહર નવોદય વિદ્યાલયની પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં દિનેશભાઇ સવાભાઇ ખાંભરા પોતાના માણસો સાથે મળી રાત્રિના સમયે હાઇવે ઉપરથી આવતા-જતાં ગેસના ટેન્કર ડ્રાઇવરોનો સંપર્ક કરી ડ્રાઇવરોને ઉપરોક્ત ખુલ્લી જગ્યામાં ટેન્કર સાથે લઇ આવી, ટેન્કરમાંથી ગેસની ચોરી કરવાની ગેરકાયદેસર પ્રવૃતિ કરે છે. જે આધારે ગઇકાલે રાત્રિના સમયે રેડ કરતા નવોદય વિદ્યાલયની પાછળના ભાગે ગેસના ટેન્કરમાંથી સિલિન્ડરમાં ગેસ ભરવાનું ચાલુ હતું. જે તાત્કાલિક બંધ કરાવી સ્થાનિક પોલીસને જાણ કરી હતી.

પોલીસે 7 આરોપીની ધરપકડ કરી.

પોલીસે 7 આરોપીની ધરપકડ કરી.

પોલીસે 49 લાખના મુદ્દામાલ સાથે 7 આરોપીની ધરપકડ કરી
પોલીસે રેડ દરમિયાન દિનેશ ખાંભરા, સાગર ગોહેલ, સિંધાભાઇ વરુ, મુકેશ ગુપ્તા, મહેશ ચાવડા, ગોરધન ડાભી અને સિંધા ભુંડીયા સહિત કુલ 7 આરોપીઓની ધરપકડ કરી 24 નંગ ગેસ સિલિન્ડર કિંમત રૂપિયા 48000, નોઝલ ફિટ કરવા 5 પાઇપ કિંમત રૂપિયા 5000, એક ગેસ ભરેલ આઇસર કિંમત રૂપિયા 41,50,800, એક બોલેરો કાર કિંમત રૂપિયા 5 લાખ સહીત કુલ 49 લાખથી વધુનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપીઓ રસ્તા પર પસાર થતા ટેન્કરના ડ્રાઇવરનો સંપર્ક કરી ગેસની ચોરી કરતા.

આરોપીઓ રસ્તા પર પસાર થતા ટેન્કરના ડ્રાઇવરનો સંપર્ક કરી ગેસની ચોરી કરતા.

ગેસ રિફિલિંગ માટે જગ્યા 30,000 માસિક ભાડેથી રાખવામાં આવી હતી
પોલીસ તપાસમાં જગ્યા ઉપરથી મળી આવેલા શખ્સો પૈકી દિનેશભાઇ સવાભાઇ ખાંભરાની પૂછપરછ કરતા તેને આ જગ્યા ગેસ રિફિલિંગ માટે દિનેશભાઇ ફાંગલીયા પાસેથી દર મહિને 30,000 ભાડેથી રાખેલ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે પોલીસે રેડ દરમિયાન ટેન્કર ડ્રાઇવર મુકેશકુમાર રામરાજ ગુપ્તાની પણ ધરપકડ કરી હતી. ગેરકાયદે ગેસ રિફિલિંગમાં કોને કેટલા રૂપિયા મળતા હતા અને કેટલા સમયથી ગેસ રિફિલિંગનું કામ કરવામાં આવતું હતું સહિતની દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment