સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ:ગોધરાના મોરડુંગરામાં સ્વામિનારાયણ મંદિરમાં ' શ્રી સ્વામિનારાયણ બાપા ચરિત્રામૃત સાગર' સંસ્કૃત ગ્રંથની ચાતુર્માસ કથાની પૂર્ણાહુતિ - Alviramir

સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ:ગોધરાના મોરડુંગરામાં સ્વામિનારાયણ મંદિરમાં ' શ્રી સ્વામિનારાયણ બાપા ચરિત્રામૃત સાગર' સંસ્કૃત ગ્રંથની ચાતુર્માસ કથાની પૂર્ણાહુતિ

ગોધરાએક કલાક પહેલા

  • કૉપી લિંક

શ્રી સ્વામિનારાયણ બાપા ચરિત્રામૃત સાગર’ સંસ્કૃત ગ્રંથની ચાતુર્માસ કથાની પૂર્ણાહુતિ થઈ.

  • શાસ્ત્રો અને પુરાણોમાં ચાતુર્માસનો વિશેષ મહિમા વર્ણવાયો છે
  • ચાતુર્માસ એટલે હરિની ભક્તિ કરવાનો પવિત્ર સમયગાળો​​​​​​​

અષાઢ સુદ અગિયારસના દિવસે શરૂ થતો ચાતુર્માસ કારતક સુદ અગિયારસના રોજ પૂર્ણ થાય છે. શાસ્ત્રો અનુસાર અષાઢ સુદ અગિયારસે ભગવાન શયન કરતા હોવાથી તેને શયની અગિયારસ અથવા દેવપોઢી અગિયારસ પણ કહેવામાં આવે છે, જ્યારે કારતક સુદ અગિયારસે ભગવાન જાગતા હોવાથી તેને દેવઉઠી અગિયારસ કહેવામાં આવે છે. આ ચાર મહિના દરમિયાન ભગવાન પોઢી જતા હોવાથી ખાસ કરીને કોઈ માંગલિક કાર્યો કરવામાં આવતા નથી. ચાતુર્માસમાં કર્મયોગીઓ તેમનું કૌશલ્ય વિકાસવીને, ધાર્મિક લોકો વ્રત અને પૂજાપાઠ કરી જ્યારે યોગીઓ સાધના કરીને પોતાના જીવનને ઉન્નતિ અને કલ્યાણના માર્ગે દોરી જાય છે.

જો પ્રકૃતિ સાથે ચાતુર્માસને સાંકળવામાં આવે તો આ સમયમાં વર્ષાઋતુ આવતી હોવાથી નિસર્ગના ખોળે ધરતી સોળે કળાએ ખીલી ઉઠે છે. આ ચાર મહિના દરમિયાન મનોરમ્ય માહોલ અને પ્રફુલ્લિત ચિત્ત સાથે શાંત વાતાવરણમાં ઈશ્વરની આરાધાના કરવાનું ખાસ કહેવામાં આવ્યું છે. કોઈ માંગલિક કાર્યો ન કરવાના હોવાથી કોઈપણ વ્યક્તિ બાહ્ય જવાબદારીઓથી મુક્ત થઈને ઈશ્વરમાં એકચિત્ત થઈ શકે છે.

વિશાળ સંખ્યામાં ઉપસ્થિત હરિભક્તોએ કથામૃતનું રસપાન કર્યું હતું.

વિશાળ સંખ્યામાં ઉપસ્થિત હરિભક્તોએ કથામૃતનું રસપાન કર્યું હતું.

શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપા વિરચિત દેવભાષા – સંસ્કૃતમાં “શ્રી સ્વામિનારાયણબાપા ચરિત્રામૃત સાગર” પંચ દિનાત્મક ચાતુર્માસ કથા – સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનનાં અનેકવિધ દિવ્ય ચરિત્રોનું રસપાન શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજની આજ્ઞાથી સંતશિરોમણિ ગુરુપ્રિયદાસજી સ્વામીએ કરાવ્યું હતું. પંચમહાલના મહંત યોગપ્રિયદાસજી સ્વામી, ધર્મતનયદાસજી સ્વામી, જ્ઞાનસાગરદાસજી સ્વામી, નિર્દોષસ્વરૂપદાસજી સ્વામી વગેરે સંતોની ઉપસ્થિતિમાં આ ચાતુર્માસ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાતુર્માસ કથાની પૂર્ણાહુતિ આજે સવારે કરવામાં આવી હતી. જેમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત હરિભક્તોએ કથામૃતનું રસપાન કર્યું હતું.

ચાતુર્માસ કથાની પૂર્ણાહુતિ આજે સવારે કરવામાં આવી હતી.

ચાતુર્માસ કથાની પૂર્ણાહુતિ આજે સવારે કરવામાં આવી હતી.

શાસ્ત્રો અને પુરાણોમાં ચાતુર્માસનો વિશેષ મહિમા વર્ણવાયો છે.

શાસ્ત્રો અને પુરાણોમાં ચાતુર્માસનો વિશેષ મહિમા વર્ણવાયો છે.

ચાતુર્માસ એટલે હરિની ભક્તિ કરવાનો પવિત્ર સમયગાળો.

ચાતુર્માસ એટલે હરિની ભક્તિ કરવાનો પવિત્ર સમયગાળો.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment