હકાલપટ્ટી:શિવસેનાના પૂર્વ મંત્રી અને નેતા શિવતારેની હકાલપટ્ટી - Alviramir

હકાલપટ્ટી:શિવસેનાના પૂર્વ મંત્રી અને નેતા શિવતારેની હકાલપટ્ટી

મુંબઈ38 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • પક્ષવિરોધી કાર્યવાહી કરવાનો તેમના પર આરોપ

ભૂતપૂર્વ મંત્રી અને શિવસેનાના નેતા વિજય શિવતારેની શિવસેનામાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી. તેમની હકાલપટ્ટીની ઘોષણા શિવસેનાના મુખપત્ર સામનાના માધ્યમથી કરવામાં આવી હતી. શિવતારેનું શિવસેનાનું સભ્યપદ પણ રદ કરવામાં આવ્યું હતું. પક્ષવિરોધી કાર્યવાહી કરવાનો આરોપ તેમના પર મૂકવામાં આવ્યો છે. આ સંદર્ભે પ્રતિક્રિયા આપતા વિજય શિવતારેએ જણાવ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે બાળાસાહેબના વિચાર પર ચાલતા નથી. એકનાથ શિંદેએ બાળાસાહેબ ઠાકરેના વિચાર પર ચાલવાનો નિર્ણય લીધો છે. તેથી હું શિંદે જૂથ સાથે છું. એકનાથ શિંદેની શિવસેના જ સાચી છે. આ બધું સંજય રાઉતના કારણે થયું છે. તેમને સ્ક્રિઝોફેનીયા બીમારી છે. આ બીમારીના કારણે તેમને જુદા જુદા આભાસ થઈ રહ્યા છે.

2019ની વિધાનસભા ચૂંટણીમા પુરંદર મતદારસંઘમાં શિવતારેનો પરાજય થયો હતો. દરમિયાન શિવતારેએ એકનાથ શિંદેની મુલાકાત લઈને તેમને ટેકો જાહેર કર્યો હતો. ગુરુપુર્ણિમાના દિવસે શિવતારેએ ઉદ્ધવ ઠાકરેની મુલાકાત ન લેતા ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની મુલાકાત લીધી હતી. આ મુલાકાતના ફોટા પણ તેમણે પોસ્ટ કર્યા હતા. આમ કરીને શિવસેનાને સીધો પડકાર આપ્યાની ચર્ચા હતી. આ પાર્શ્વભૂમિ પર આખરે હવે તેમની શિવસેનામાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. આ બાબતે શિવસેનાના મધ્યવર્તી કાર્યાલયમાંથી માહિતી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment