હલ્લાબોલ:છલા અમરસિંહની મુવાડીમાં મન ફાવે ત્યારે ખોલાતી શાળાના શિક્ષકો સામે હલ્લાબોલ - Alviramir

હલ્લાબોલ:છલા અમરસિંહની મુવાડીમાં મન ફાવે ત્યારે ખોલાતી શાળાના શિક્ષકો સામે હલ્લાબોલ

મહુધાએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • શિક્ષકો મોબાઈલમાં રચ્યાંપચ્યાં, ચાલુ ફરજે બહાર ટહેલવા નિકળી જાય છે

મહુધાના ઉંદરા તાબેની છલા અમરસિંહની મુવાડી ખાતેની પ્રા.શાળાના શિક્ષકો દ્વારા યોગ્ય શિક્ષણ આપવામાં આવતું ન હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા. સાથે મહુધા ટીપીઓને પણ શિક્ષકોની બદલી કરવા લેખિત રજુઆત કરી હતી. 1થી 5 ધોરણની પ્રાથમિક શાળામાં બે શિક્ષકોનું મહેકમ છે. જેમાં એક મુખ્ય શિક્ષક ફરજ બજાવે છે. ત્યારે સ્થાનિકોએ લેખિતમાં કરેલ રજૂઆતમાં જણાવ્યું હતું કે શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ આપવામાં આવતું નથી. તેમજ વધારે પડતું મોબાઈલમાં ધ્યાન આપે છે.

શાળાએ પણ અનિયમિત આવવાની સાથે ફરજ દરમિયાન બહાર ફરવા નીકળી જાય છે. તથા સમય પહેલા શાળા છોડવામાં આવતી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા. શાળામાં ભણતા 1થી 5 ધોરણના બાળકોને કઈ આવડતું ન હોવાનો કારણે શિક્ષકોની તાત્કાલિક ધોરણે બદલી કરવા હલ્લાબોલ સાથે રજૂઆત કરાઈ હતી. જો રજૂઆત માનવામાં નહિ આવે તો આવનાર દિવસોમાં શાળાને તાળાબંધી કરવાની પણ ચીમકી વાલીઓએ ઉચ્ચારી હતી.

આક્ષેપો પાયા વિહોણા
અનિયમિત આવવું અને શાળા વહેલી છોડી મુકવી સહિતના તમામ આક્ષેપો પાયા વિહોણા છે. સાડા દસ પહેલા શાળા ખોલવામાં આવે છે. અને સમયસર છોડવામાં પણ આવે છે. કોઈ આચાર્ય કે સીઆરસીનો ફોન આવ્યો હોય તો વાત કરવામાં આવી હશે. શિક્ષણને લગતા કામ વગર કે સામાજિક કામ સિવાય ફોન પર વાત કરતા નથી. > એમ.કે.મહેતા, મુખ્ય શિક્ષક, પ્રા.શાળા, છલા અમરસિંહની મુવાડી

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment