હવામાન:અરબી સમુદ્રમાં હળવા દબાણથી કચ્છમાં 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા - Alviramir

હવામાન:અરબી સમુદ્રમાં હળવા દબાણથી કચ્છમાં 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા

ભુજએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • વાદળછાયા વાતાવરણ વચ્ચે અમુક સ્થળે વરસ્યા ઝરમર ઝાપટાં

અરબી સમુદ્રમાં સર્જાયેલું હળવું દબાણ હવે અોમાન તરફ ઉત્તર-પશ્ચિમ દિશામાં ફંટાઇ ગયું છે જે 12 કલાક બાદ નબળું પડવાનું છે તેમ છતાં પણ હળવા દબાણની અસર તળે કચ્છમાં હજુ પાંચ દિવસ સુધી અમુક સ્થળે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે.

હવામાન વિભાગના વર્તારા મુજબ અરબી સમુદ્રમાં સર્જાયેલું હળવું દબાણ હવે અોમાન તરફ 15 કિ.મી.ની ઝડપે સરકી રહ્યું છે, જેના કારણે મેઘરાજાઅે પોરો ખાધો છે. જો કે, હળવા દબાણની અસર હેઠળ તા.18-7થી તા.22-7 સુધી કચ્છના અમુક સ્થળે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

રવિવારે જિલ્લામાં સૂર્યનારાયણની સંતાકુકડી વચ્ચે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને દિવસ દરમ્યાન જિલ્લા મથક ભુજ સહિત અમુક શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમરરૂપે ઝાંપટા વરસ્યા હતા. રવિવારે મહત્તમ, લઘુત્તમ તાપમાનમાં અનુક્રમે ભુજમાં 30.7 ડિગ્રી, 26.0 ડિગ્રી, નલિયા 30.8 ડિગ્રી, 27.0 ડિગ્રી, કંડલા પોર્ટ 33.0 ડિગ્રી, 27.5 ડિગ્રી અને કંડલા અેરપોર્ટ પર 31.5 ડિગ્રી, 26.2 ડિગ્રી તાપમાન રહ્યું હતું.

કચ્છના બંદરો પર એક નંબરનું સિગ્નલ યથાવત
અરબી સમુદ્રમાં સર્જાયેલા હળવા દબાણ બાદ કચ્છ સહિત રાજ્યના તમામ બંદરો પર 3 નંબરના સિગ્નલ બાદ 1 નંબરનું સિગ્નલ લગાવાયું હતું. હળવું દબાણ હજુ 12 કલાક સુધી યથાવત રહેશે અને તે અોબાન તરફ ફંટાઇ રહ્યું છે તેમ છતાં પણ હવામાન વિભાગના વર્તારાને ધ્યાનમાં રાખીને ડિસ્ટન્સ કોઝીનરી (ડીસી-1)નું સિગ્નલ યથાવત રાખવામાં અાવ્યું છે.

રવાપરમાં ઝરમરિયા વરસાદથી માર્ગો થયા ભીના
રવાપરમાં રવિવારે સવારથી જ ધીમીધારે ઝરમરિયો વરસાદ વરસવો શરૂ થયો હતો, જે સાંજના સાંજના 4 વાગ્યા સુધી જારી રહેતાં માર્ગો ભીના થયા હતા.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment