હવામાન વિભાગની આગાહી:22 જુલાઈથી ફરી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે, હાલમાં રાજ્યમાં 46 ડેમ હાઈ એલર્ટ પર - Alviramir

હવામાન વિભાગની આગાહી:22 જુલાઈથી ફરી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે, હાલમાં રાજ્યમાં 46 ડેમ હાઈ એલર્ટ પર

અમદાવાદ24 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વરસાદને કારણે નદી નાળા ભરાવાથી પાણીની અછત દૂર થઈ

ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં જ મેઘરાજાએ જળબંબાકારની સ્થિતિ સર્જી છે. બીજી બાજુ સુકાભઠ્ઠ રહેતા કચ્છમાં આ વખતે 100 ટકાથી વધુ વરસાદ થયો છે. જેના પરિણામે પીવાના પાણની ઘાત ટળી છે અને ખેડૂતોને સિંચાઈ માટેના પાણી તંગી પણ દૂર થઈ છે. રવિવારે રાજ્યમાં મોટાભાગના સ્થળોએ વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. રાજ્યમાં અત્યાર સુધીમાં 19 ઈંચ સાથે સિઝનનો 57 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. હાલમાં રાજ્યમાં 46 ડેમ હાઈ એલર્ટ પર છે. જ્યારે 12 ડેમ એલર્ટ પર છે. સરદાર સરોવરમાં 52 ટકાથી વધુ પાણીનો જથ્થો છે.

છેલ્લા 24 કલાકમા 155 તાલુકાઓમાં મેઘમહેર
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 155 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે. જેમાં અમદાવાદના ધોળકામાં 3 ઈંચ, મહેસાણાના કડીમાં બે ઈંચ, રાધનપુરમાં દોઢ ઈંચ, જ્યારે ભાભર, ખેરગામ અને ધોલેરામાં પોણો ઈંચ વરસાદ ખાબક્યો હતો. આમ તમામ 33 જિલ્લાઓના 155 તાલુકાઓમાં મેઘમહેર થઈ હતી.આજે બપોર પછી શહેરમાં મધ્યમ વરસાદની શક્યતા છે.

રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 32.9 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ડિગ્રી નોંધાયું હતું. સોમવાર બપોર પછી શહેરમાં વરસાદનું જોર વધશે તેમજ 20 જુલાઇ સુધી વરસાદી માહોલ રહેવાના સંકેત હવામાન વિભાગે આપ્યા છે.

NDRF અને SDRFની ટીમો બચાવ કાર્યમાં હજી લાગેલી છે

NDRF અને SDRFની ટીમો બચાવ કાર્યમાં હજી લાગેલી છે

કયા ઝોનમાં કેટલો વરસાદ પડ્યો?
રાજ્યના કચ્છ ઝોનમાં સીઝનનો 103 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 57.46 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 72.89 ટકા વરસાદ પડ્યો છે. બીજી તરફ પૂર્વ-મધ્ય ગુજરાતમાં 44.82 ટકા વરસાદ પડ્યો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 32.40 ટકા વરસાદ અત્યાર સુધીમાં પડ્યો છે.

રવિવારે અમદાવાદમાં છુટોછવાયો વરસાદ થયો હતો

રવિવારે અમદાવાદમાં છુટોછવાયો વરસાદ થયો હતો

ગુજરાતના દરિયાકાઠેથી મોટું સંકટ ટળ્યું
ઓખા ખાતે ગુજરાતના દરિયાકિનારથી 70 કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં વાવઝોડાના કારણે 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. આ વાવાઝોડું ઓમાન તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના બુલેટિનમાં કહેવામાં આવ્યું હતું કે, વાવાઝોડું આગામી 48 કલાકમાં પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમમાં ઓમાનના દરિયાકાંઠા તરફ ઉત્તર-પશ્ચિમ અરબી સમુદ્રને પાર કરવાની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું કે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા નજીક પૂર્વોત્તર અરબી સમુદ્ર પર દબાણ ઝોન છેલ્લા 6 કલાકમાં પાંચ કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર પશ્ચિમ તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે.વાવાઝોડું સમાપ્ત ન થાય ત્યાં સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment