હવે સોમનાથના રૂપ-રંગ બદલાશે:રેલવે સ્ટેશને ઉતરતાં જ સોમનાથ મંદિરના દ્વારે પહોંચી ગયાની અનુભૂતિ થશે; 2 વર્ષમાં નવું રેલવે સ્ટેશન બનશે, પ્લેટફોર્મની સંખ્યા વધશે - Alviramir

હવે સોમનાથના રૂપ-રંગ બદલાશે:રેલવે સ્ટેશને ઉતરતાં જ સોમનાથ મંદિરના દ્વારે પહોંચી ગયાની અનુભૂતિ થશે; 2 વર્ષમાં નવું રેલવે સ્ટેશન બનશે, પ્લેટફોર્મની સંખ્યા વધશે

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gir somnath
  • As Soon As You Get Down At The Railway Station, You Will Feel That You Have Reached The Gate Of Somnath Temple; A New Railway Station Will Be Built In 2 Years, The Number Of Platforms Will Increase

વેરાવળ2 કલાક પહેલાલેખક: રાજેશ ભજગોતર

  • કૉપી લિંક

સોમનાથ રેલવે સ્ટેશનનું પ્રસ્તાવિત મોડલ. સ્ટેશનનું નવું બિલ્ડિંગ સોમનાથ ધામના ભવ્ય વારસાને સમર્પિત હશે.

  • રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા 134 કરોડના ખર્ચે આધુનિક રીતે અપગ્રેડેશન થશે, બિલ્ડિંગ ઇકો ફ્રેન્ડલી રહેશે

આગામી બે વર્ષમાં ટ્રેનમાં સોમનાથ સ્ટેશને ઊતરતાં જ યાત્રાળુઓને જાણે કે સોમનાથ મંદિરના દ્વારે પહોંચી ગયા હોય એવી અનુભૂતિ થશે. નવીન સ્ટેશનની છત પર મંદિરના ઘુમ્મટ જેવી ડિઝાઇન રહેશે. આ ઉપરાંત અહીં પ્લેટફોર્મની સંખ્યા પણ વધારાશે. તો પ્રસ્થાન માટેની લોન્જ પણ વિશાળ અને સુવિધાયુક્ત બનશે. આ કામગીરી માટે 134 કરોડ રૂપિયાનાં ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં છે.

સ્ટેશનનું પ્રવેશદ્વાર આવું દેખાશે.

સ્ટેશનનું પ્રવેશદ્વાર આવું દેખાશે.

રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (RLDA) નવી દિલ્હી દ્વારા જગવિખ્યાત યાત્રાધામ સોમનાથના રેલવે સ્ટેશનનું આધુનિક સુવિધાઓ સાથે અપગ્રેડેશન કરવાનું નક્કી કરાયું છે, જેના માટે ઓથોરિટી દ્વારા ખાનગી કંપનીઓ પાસેથી રિકવેસ્ટ ફોર પ્રપોઝલ મગાવવામાં આવી છે. સોમનાથ રેલવે સ્ટેશનના અપગ્રેડેશન પાછળ રૂ. 134 કરોડના ખર્ચનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.

રેલવેનાં વર્તુળોએ જણાવ્યું હતું કે સ્ટેશનનું બિલ્ડિંગ સોમનાથ મંદિરના વારસાને દર્શાવતું હશે, જેમાં ટ્રેનના આગમન અને પ્રસ્થાન માટે અલગ-અલગ લોન્જ ઉપરાંત પ્લેટફોર્મની સંખ્યા વધારવાનું પણ આયોજન છે. ઊર્જા બચત માટે ગ્રીન બિલ્ડિંગ કૉન્સેપ્ટને અપનાવીને સોમનાથ રેલવે સ્ટેશનનો વિકાસ કરવામાં આવશે. નવું સ્ટેશન 2 વર્ષમાં તૈયાર થઈ જશે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment