હાકલ:મુંબઈ મહાનગર ક્ષેત્રની 700 સોસાયટીઓમાં જોખમકારક ઝાડ - Alviramir

હાકલ:મુંબઈ મહાનગર ક્ષેત્રની 700 સોસાયટીઓમાં જોખમકારક ઝાડ

મુંબઈ25 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • મહાપાલિકાના ઉદ્યાન વિભાગની નોટિસ પર દુર્લક્ષ

ચોમાસા પહેલાં ઝાડ અને ઝાડની ડાળીઓની કાપકૂપ કરવા પર ખાનગી સોસાયટીઓ દુર્લક્ષ કરતી હોવાનું જણાયું છે. મહાપાલિકાના ઉદ્યાન વિભાગે આપેલી નોટિસ પછી પણ હજી 700 સોસાયટીઓએ પ્રાંગણના ઝાડ અને ડાળીઓની કાપકૂપ કરી નથી એમ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે.

મુંબઈ મહાપાલિકાની હદમાં કુલ 30 લાખ ઝાડ છે. એમાંથી 1 લાખ 92 હજાર ઝાડ રસ્તા પર છે. ચોમાસા પહેલાં અને પછી એમાંથી દોઢ લાખ ઝાડની કાપકૂપ કરવામાં આવી છે. એમાં કુલ 523 ઝાડ મૃત કે જોખમકારક સ્થિતિમાં મળતા ચોમાસા પહેલાં જ ઉખાડી દેવામાં આવ્યા છે.

તકેદારીની બાબત તરીકે લગભગ 9 હજાર સોસાયટીઓને તેમના પ્રાંગણમાં રહેલા જોખમકારક ઝાડ અને ડાળીઓની કાપકૂપ કરવાનો આદેશ મહાપાલિકાએ આપ્યો હતો. એમાંથી 8 હજાર 300 સોસાયટીઓએ આદેશનું પાલન કર્યું છે પણ 700 સોસાયટીઓએ કાર્યવાહી કરી નથી.

આ વખતે 1 થી 30 જૂન સુધી ચોમાસાના કારણે મહાપાલિકાની હદમાં 32 અને ખાનગી પ્રાંગણમાં 81 ઝાડ ધરાશાયી થયા છે. તેમ જ સંપૂર્ણ મહાપાલિકા હદમાં 205 ડાળીઓ તૂટી પડ્યાની ફરિયાદ મળી હતી. આ તમામ ઝાડ અને ડાળીઓ તરત કાઢી નાખવામાં આવ્યા હતા અને મુખ્ય રસ્તા રાહદારીઓ માટે ખુલ્લા કરવામાં આવ્યા હતા.

અત્યાર સુધીની તમામ ફરિયાદનું નિરાકરણ કરવામાં આવ્યું છે. મુંબઈગરાઓએ પોતાની આસપાસના પરિસર અને સોસાયટીઓમાં મૃત કે જોખમકારક ઝાડ હોય તો સ્થાનિક વોર્ડ કાર્યાલયના ઉદ્યાન અધિકારીઓ સાથે સંપર્ક કરીને કાપકૂપ કરાવવી એવી હાકલ મહાપાલિકાએ કરી છે.

તકેદારી રાખવાની હાકલ
અતિવૃષ્ટિના સમયે કોઈ આર્થિક નુકસાન કે જીવહાની ન થાય એનું ધ્યાન રાખવું. તેમ જ નાગરિકોએ વરસાદ અને સુસવાટા મારતા પવન હોય ત્યારે ઝાડ નીચે ઊભા રહેવું નહીં એવી હાકલ ઉદ્યાન અધિક્ષક જિતેન્દ્ર પરદેશીએ કરી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment