હાલાકી:આયુષ્યમાન કાર્ડની ઓનલાઈન મંજુરી ઠપ્પ - Alviramir

હાલાકી:આયુષ્યમાન કાર્ડની ઓનલાઈન મંજુરી ઠપ્પ

ભાવનગર2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • રાજ્યભરમાં કોન્ટ્રાક્ટ બદલાતા દર્દીઓ હેરાન પરેશાન

રાજ્યના આયુષ્યમાન કાર્ડધારકોને કોન્ટ્રાક્ટ બદલાવાના કારણે ઓપરેશન સહિતની સુવિધાની મંજુરી છેલ્લા ચાર-પાંચ દિવસથી મળતી બંધ થઈ હતી પરિણામે અનેક હોસ્પિટલમાં દર્દીઓ હેરાન પરેશાન થઈ ગયા છે. આયુષ્યમાન કાર્ડ યોજનામાં દર્દી દાખલ થાય તેની મંજુરી બાદ તેના ઓપરેશન માટે પણ અલગ મંજુરી લેવી પડતી હોય છે.

અને આ સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન હોય છે. હોસ્પિટલના સુત્રોના જણાવ્યા અનુસાર ઓનલાઈન પ્રક્રિયા માટેનો કોન્ટ્રાક્ટ 11 જુલાઈથી બદલાયો હોવાથી આ મંજુરીની પ્રક્રિયા છેલ્લા ચાર પાંચ દિવસથી ઠપ્પ થઈ ગઈ છે. હોસ્પિટલમાં દર્દી દાખલ થયા બાદ ઘણા કિસ્સાઓમાં દર્દીને તાત્કાલિક ઓપરેશનની જરૂર હોય છે. પણ ખાનગી હોસ્પિટલના તંત્ર વાહકોને ઓનલાઈન મંજુરી મળ્યા બાદ જ ઓપરેશન થતુ હોવાથી દર્દીો હેરાન પરેશાન થઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment