હાલાકી:વાવડીથી વનાળિયાને જોડતો રોડ રિ-સરફેસ કર્યાના બે જ મહિનામાં રસ્તો થયો ધૂળધાણી - Alviramir

હાલાકી:વાવડીથી વનાળિયાને જોડતો રોડ રિ-સરફેસ કર્યાના બે જ મહિનામાં રસ્તો થયો ધૂળધાણી

મોરબી12 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • પહેલા વરસાદમાં જ રસ્તાની પોલ ખૂલી, અકસ્માત નોતરી શકે તેવા ખાડા પડી ગયા

મોરબીમાં તાજેતરમાં નવા બનેલા રસ્તા તેમજ રી-સરફેસ કરેલા રસ્તા પણ ગણતરીના સમયમાં ધૂળ ઘણી થઈ ગયા છે. વાવડી પાટીયાથી નારણકા ગામ સુધીના રોડની બિસ્માર હાલત હોવાના કારણે સરપંચોએ માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરી હતી.

ત્યારે 28 માર્ચના રોજ પૂર્વ તાલુકા પંચાયતના સદસ્યો દ્વારા જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ જયંતિભાઈ પડસુંબિયાને રજૂઆત કરી હતી જે બાદ કામ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામ દરમિયાન જયંતિભાઈ પડસુંબિયા સહિતોએ કામનું નિરક્ષણ પણ કર્યું હતું જે કામને માત્ર બે મહિના થયાને રોડની હાલત કફોડી બની ગઈ છે. ઠેર-ઠેર ઉંડા ખાડાના કારણે અકસ્માતના બનાવો બને તેવી સ્થિતિ સર્જાઇ છે.

રસ્તાના મટિરિયલની બાબત ધ્યાને ન આવી ?
પદાધિકારીઓએ નિરીક્ષણ કર્યું ત્યારે રોડમાં ક્યુંં મટિરિયલ વાપરાઇ રહ્યું છે તે ધ્યાનમાં નહીં લીધુ હોય ? વાવડીના પાટીયાથી નારણકા સુધીના રોડની મરામતની માગ હતી તો માત્ર વનાળીયા સુધી જ કેમ રોડનું પેચવર્ક કામ હાથ ધરાયું? તેવા અનેક પ્રશ્નો ગ્રામજનોના મુખે ચર્ચાઈ રહ્યા છે

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment