હાલાકી:વેરાવળમાં પાલિકા પ્રમુખના વોર્ડમાં જ લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત ! - Alviramir

હાલાકી:વેરાવળમાં પાલિકા પ્રમુખના વોર્ડમાં જ લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત !

વેરાવળ30 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સ્થાનિક લોકો વેરો પણ ભરપાઇ કરતા હોઇ છતાં ચોમાસામાં સ્થિતી ખરાબ થાય છે.

વેરાવળના પાલિકા પ્રમુખના વોર્ડમાં જ પ્રાથમિક સુવિધાઓથી લોકો વંચિત છે. રોડ – રસ્તાઓ ,સ્ટ્રીટ લાઈટ અને પીવાના પાણીની સુવિધાઓ ન હોવાથી રહીશોને ભારે હાલાકી ભોગવવી પડે છે.વોર્ડ નં. 8 માં આવેલી દ્વારકેશ રેસીડેન્સી અને રાધા કૃષ્ણ સોસાયટીના આસપાસના વિસ્તારના રહીશોએ ઘણી રજૂઆતો કરવા છતાં પાલિકા દ્વારા સ્ટ્રીટ લાઈટ, રસ્તાઓ અને પીવાના પાણીની સુવિધાઓ પૂરી પાડવામાં આવતી નથી.

આ ઉપરાંત તાજેતરમાં વેરાવળમાં ભારે વરસાદ પડતાં સ્થાનિક લોકો માટે પડ્યા પર પાટુ હોઈ તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.મુખ્ય માર્ગો પણ ગોઠણડૂબ પાણી ભરાવવાના પગલે લોકોએ પથ્થર મૂકીને ઘરે જવા માટે રસ્તો બનાવ્યો છે.ઉપરાંત રાત્રીના સમયે અવર- જવર કરવા માટે સ્ટ્રીટ લાઈટ ન હોવાથી ક્યારેક અકસ્માત સર્જાવાની તો ક્યારેક જંગલી પશુઓની બીકની ભીતિ પણ સેવાઈ રહી છે.

ઘણી જગ્યાએ નળ કનેક્શન હોવા છતાં પીવાનું પાણી પણ આવતું નથી જેથી તંત્ર દ્વારા ઘટતું કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.અત્રે નોંધનીય છે કે પાલિકા પ્રમુખ ખુદ આ વોર્ડમાંથી ચૂંટાઈ આવ્યા છે.તેમના વોર્ડમાં જ વિકાસ નથી તો શહેર ની વાત જ ક્યાં આવે !

લાઈટની વ્યવસ્થા નથી
આ અંગે ભરતભાઇ વોરાએ કહ્યું હતું કે રાત્રિના સમયે બહાર નીકવામાં લાઈટ ન હોવાથી જંગલી જનાવરોની બીક લાગે છે.પાણીની સુવિધા નથી. રોડ ક્યાંક સુધી બન્યો છે અને ક્યાંક કાચો છે.તંત્ર ઘટતું કરે તેવી અમારી માંગ છે.

ઘરની બહાર કેમ નીકળવું
આ અંગે મીનાબેન ચોપડાએ જણાવ્યું હતું કે પાણી ભરાયુ હોવાથી ઘરથી બહાર નીકળી શકતા નથી.પીવાનું પાણી પણ આવતું નથી.બાળકોને ભણવા મૂકવા જવા માટે પણ ભારે હાલકી ભોગવવી
પડે છે.

વાહનો નથી જઇ શકતા
વિજયભાઈ ભાગનાણીના કહેવા મુજબ,અહીંયા ગાડી લઈ આવવામાં મુશ્કેલી સર્જાવાને કારણે થોડીક દૂર બહાર પાર્ક કરીને ઘરે આવવું પડે છે.બાળકોને આવી પરિસ્થિતિમાં શાળાએ મૂકવા જવામાં પણ હાલાકી થાય છે.

પાણી માટે પણ હાલાકી
પ્રવીણાબેન રાવતે જણાવ્યું હતું કે અમે કેટલાક સમયથી અહી રહીએ છીએ પરંતુ પાણી, લાઈટ અને રોડ જેવી પ્રાથમિક સુવિધા હજુ મળતી નથી.પાણી ભરાવાથી ખૂબ તકલીફ વેઠવી પડે છે.

શુ કહે છે પ્રમુખ.?
પાલિકા પ્રમુખ પિયુષભાઈ ફંફોડીએ કહ્યું કે આ વિસ્તારમાં હજુ ભૂગર્ભ ગટર હજુ આવી નથી જેથી પાણીના નિકાલની અમો વ્યવસ્થા કરીએ છીએ.ઉપરાંત વિવિધ ફરિયાદોનું નિવારણ પણ વહેલી તકે કરશું.

નિરાકરણ કરીએ છીએ
ચીફ ઓફિસર ચેતનભાઈ ડુડિયાએ જણાવ્યું હતું કે હાલ અમારા માટે પાણીના નિકાલને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. જેમ જેમ ફરિયાદો આવે છે તેમ તેમ નિવારણ કરી રહ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment