હાશ! દીપડો પાંજરે પૂરાયો:બે દિવસ ભયના ઓથારમાં રહેલાં ખજોદના લોકોએ રાહતનો શ્વાસ લીધો, દીપડા સાથે સેલ્ફી લેવા 10 કિમી સુધી પાછળ ગયા - Alviramir

હાશ! દીપડો પાંજરે પૂરાયો:બે દિવસ ભયના ઓથારમાં રહેલાં ખજોદના લોકોએ રાહતનો શ્વાસ લીધો, દીપડા સાથે સેલ્ફી લેવા 10 કિમી સુધી પાછળ ગયા

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • The People Of Khajod Breathed A Sigh Of Relief After Two Days Of Fear, Walking Back 10 Km To Take A Selfie With A Leopard.

સુરતએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • વનવિભાગ, પ્રયાસ સંસ્થા અને ​​​​​​​સ્થાનિકોએ દીપડાને પકડવા બે દિવસ સુધી વોચ ગોઠવી હતી

શુક્રવાર મોડી રાત્રે ખજોદગામમાં દીપડો દેખાયા બાદ સતત બે દિવસ સુધી સ્થાનિકો ભયના ઓથાર હેઠળ રહ્યાં હતા. વનવિભાગ દ્વારા નવા મોહ્લ્લામાં મુકાયેલા પાંજરામાં રવિવારે રાત્રે 11 કલાકે દીપડો કેદ થયો હતો. દીપડો ગામની સીમમાંથી પકડાતા તેને બારડોલી રેસ્કયુ સેન્ટરમાં લઇ જવાયો હતો.

જોકે વનવિભાગની ગાડીમાં દીપડાને લઇ જવાતા તેની સાથે સેલફી લેવા માટે ગામનો લોકો 10 કિમી સુધી પાછળ ગયા હતા. આ સમયે ટોળાથી દીપડાને બચાવવા માટે વનવિભાગની ગાડીને ઇચ્છાપોર પોલીસ સ્ટેશન કેમ્પસમાં લઇ જવાઇ હતી. જોકે શનિવારે મોડી રાત્રે પણ દીપડાે દેખાયો હોવાની વાતે રવિવારે વધુ એક પાંજરો વનવિભાગે મૂક્યો હતો. જેના પગલે રવિવારે રાત્રે વનવિભાગને દીપડાને પકડવા સફળતા મળી હતી.

દીપડાને ટ્રેપ કરવા માટે વનવિભાગની એક ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી
દીપડાને ટ્રેપ કરવા રવિવાર રાતે પણ ટીમ સ્ટેન્ડ બાય રખાઇ હતી. રેસ્ક્યૂમાં સફળતા મળ્યા પછી દીપડાનું લેબ ટેસ્ટ સહિતની પ્રોસેસ કરી તેને જંગલમાં રિલિઝ કરાશે. > સચીન ગુપ્તા, IFS, વન વિભાગ, સુરત ડિસ્ટ્રિક્ટ

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment