હિંમતનગરમાં જિલ્લામાં વરસાદી માહોલ:વરસાદી વાદળોથી છવાયો અંધારપટ, ભારે વરસાદની આગાહી વચ્ચે ધીમી ધારે વરસાદ - Alviramir

હિંમતનગરમાં જિલ્લામાં વરસાદી માહોલ:વરસાદી વાદળોથી છવાયો અંધારપટ, ભારે વરસાદની આગાહી વચ્ચે ધીમી ધારે વરસાદ

સાબરકાંઠા (હિંમતનગર)41 મિનિટ પહેલા

સાબરકાંઠા જિલ્લામાં આજે ૨૪ કલાક ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ત્યારે હિંમતનગરમાં વહેલી સવારથી જ વરસાદી વાદળોથી અંધારપટ છવાયો છે અને ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.જોકે આંકડા માત્ર સામન્ય વરસાદના નોંધાયા છે.

કાળા ડીબાંગ વાદળોને લઈને શહેરમાં અંધારાપટ
​​​​​​હિંમતનગરમાં આજે વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો.તો બીજી તરફ વરસાદી કાળા ડીબાંગ વાદળોને લઈને શહેરમાં અંધારાપટ છવાયો છે અને ઘરમાં તો લાઈટ કરવાની ફરજ પડી છે. જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે છેલ્લા ૨૪ કલાકમાં આઠમાંથી ચાર તાલુકામાં વરસાદ નોંધાયો હતો. તો સવારે બે કલાકમાં આઠમાંથી ચાર તાલુકામાં વરસાદ નોંધાયો છે. આમ વરસાદના આંકડા વરસી રહેલા વરસાદના પ્રમાણમાં સામાન્ય નોંધાયા છે. તો પવન સાથે હાલ વરસાદ પડી રહ્યો છે.

લીમડાના ઝાડ વચ્ચેથી વિજ સ્પલાયના ખુલ્લાં વાયરો પસાર થાય છે
હિંમતનગરના ઘોરવાડા ગામે સ્ટેન્ડ પર આવેલ લીમડાના ઝાડ નજીક વીજ થાંભલો છે. તો લીમડાના ઝાડમાંથી વીજ વાયરો પસાર થાય છે અને એક નહિં પણ ચાર વીજ વાયરો પસાર થાય છે. તો વરસાદ અને પવનને લઈને વીજ વાયરો ભેગા થવાની વકીને લઈને ગ્રામજનો વારંવાર વીજ વિભાગને લીમડો કાપી સમારકામ માટે કરવા માંગ કરી હતી, પરંતુ કોઈ કામગીરી નહિ થતાં ગ્રામજનો રોષે ભરાયાં છે. લીમડાના ઝાડ નજીક બસ સ્ટેન્ડ છે અને લીમડાના ઝાડ નીચે ગ્રામજનોની બેઠક છે. ત્યારે વીજ વાયર ભેગા થાય અને વીજ પ્રવાહ નીચે ઉતરે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. આ અંગે ગામના અગ્રણી મનહરસિંહ રહેવરે જણાવ્યું હતું. હાલમાં પવન સાથે વરસાદ પડી રહ્યો છે. જો વાયર પવનને લઈને ભેગા થાય તો મોટી દુર્ઘટના સર્જાયા શકે છે.

જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદ

 • ઇડર ૦૦ મીમી
 • ખેડબ્રહ્મા ૦૨ મીમી
 • તલોદ ૦૦ મીમી
 • પ્રાંતિજ ૦૧ મીમી
 • પોશિના ૦૦ મીમી
 • વડાલી ૦૦ મીમી
 • વિજયનગર ૦૧ મીમી
 • હિંમતનગર ૦૩ મીમી

જીલ્લામાં આજે સવારે ૬ થી ૮ વાગ્યા સુધી નોધાયેલ વરસાદ

 • ઇડર ૦૩ મીમી
 • ખેડબ્રહ્મા ૦૩ મીમી
 • તલોદ ૦૨ મીમી
 • પ્રાંતિજ ૦૦ મીમી
 • પોશીના ૦૦ મીમી
 • વડાલી ૦૦ મીમી
 • વિજયનગર ૦૧ મીમી
 • હિમતનગર ૦૪ મીમી

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment