હિટ એન્ડ રન:હારીજમાં કડિયાકામ કરીને ઘરે જવા નીકળેલા યુવકને ઇકોએ ટક્કર મારી, ઘટનાસ્થળે જ મોત - Alviramir

હિટ એન્ડ રન:હારીજમાં કડિયાકામ કરીને ઘરે જવા નીકળેલા યુવકને ઇકોએ ટક્કર મારી, ઘટનાસ્થળે જ મોત

પાટણ27 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • દાંતરવાડાનો યુવાન હારીજ કડીયાકામ કરી બાઇક લઈ ઘરે જતો હતો
  • ચાણસ્મા તરફથી આવી રહેલી ઇકોએ ટક્કર મારતા મોત નીપજ્યું

હારીજ તાલુકાના દાંતરવાડા ગામનો યુવાન કડીયાકામ કરી પોતાનું બાઇક લઈ ઘરે જઈ રહ્યો હતો. ત્યારે હાઇવે પર ચડતાની સાથે ચાણસ્મા તરફથી આવી રહેલી ઇકો ગાડીના ચાલકે ટક્કર મારતા યુવાન રોડ પર પટકાતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યાં ખાનગી વાહનમાં હારીજ રેફરલ હોસ્પિટલ ખાતે લઇ જઇ પી.એમ.કરવામાં આવ્યું હતું.

ઇકો ચાલક ટક્કર મારી ભાગી ગયો
હારીજ તાલુકાના દાંતરવાડા ગામનો 32 વર્ષીય યુવાન ઠાકોર દીનેશજી ગાંડાજી કડીયાકામ કરતો હોઈ સવારે ઘરેથી હારીજ ખાતે કડીયાકામે ગયો હતો. બપોરેના સમયે તે બાઇક નંબર (GJ-24-AE-6105) લઈ દાંતરવાડા હારીજથી ચાણસ્મા હાઇવે પરથી ઘરે જઈ આવું છું કહી નીકળ્યો હતો. ત્યારે તાલુકા પંચાયત આગળથી સીધો હાઇવે પર બાઇક લઈ ચડતાની સાથે ચાણસ્મા તરફથી આવી રહેલી ઇકો ગાડીના ચાલકે ટક્કર મારતા યુવાન સીધો પાછળ આવતી જીપડાલા આગળ રોડ પર પટકાયો હતો. અજાણ્યો ઇકો ચાલક ટક્કર મારી ભાગી ગયો હતો.

ધારાસભ્ય દિલીપજી ઠાકોરે પરિવારજનોને સાંત્વના પાઠવી
તાલુકા પંચાયત સામે શોપિંગ સેન્ટરમાંથી લોકો દોડી હતા અને ધારાસભ્ય દિલીપજી ઠાકોરની ગાડીના ડ્રાઈવર દાંતરવાડાના નટુજી ગાંડાજી ઠાકોરનો નાનોભાઈ હોવાની ઓળખ થઈ હતી. ખાનગી વાહનમાં હારીજ રેફરલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યા પી.એમ.કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય દિલીપજી ઠાકોર પણ સરકારી રેફરલ ખાતે મુલાકાત લઈ પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment