હીરીયા લાસુડી ની મેલડી માં નો ઈતિહાસ ૨ - Alviramir

હીરીયા લાસુડી ની મેલડી માં નો ઈતિહાસ ૨

પતિની લાંબી ઉંમર માટે 30 મેના રોજ વટ સાવિત્રી વ્રત કરવામાં આવશે. આ વ્રત દેશમાં થોડી જગ્યાએ વૈશાખ મહિનાની અમાસ અને ગુજરાતમાં જેઠ મહિનાની પૂનમના દિવસે કરવામાં આવે છે. આ વખતે સોમવારે આ વ્રત હોવાથી સોમવતી અમાસનો શુભ સંયોગ પણ રહેશે. પુરાણો પ્રમાણે સતયુગમાં આ તિથિએ વડના ઝાડની નીચે યમરાજે સાવિત્રીના પતિને ફરી જીવનદાન આપ્યું હતું. સ્કંદ પુરાણમાં વડને શિવજીનું સ્વરૂપ માનવામાં આવે છે. એટલે આ દિવસે ભગવાન શિવ-પાર્વતીની પૂજા સાથે જ વડ અને સત્યવાન-સાવિત્રીની પૂજા થાય છે.

ચાર શુભ યોગ
આ વખતે વટ સાવિત્રી વ્રત માટે ખૂબ જ સારો સંયોગ બની રહ્યો છે. સર્વાર્થસિદ્ધિ યોગમાં આ પર્વની શરૂઆત થશે. સાથે જ તિથિ, વાર, નક્ષત્ર અને ગ્રહોના સંયોગથી સુકર્મા, વર્ધમાન અને બુધાદિત્ય યોગ બનશે. ત્યાં જ, સોમવાર હોવાથી સોમવતી અમાસનો સંયોગ પણ રહેશે. જેથી આ દિવસે કરવામાં આવતા વ્રત-ઉપવાસ અને પૂજા-પાઠનું શુભફળ વધી જશે. આ દિવસે વડના ઝાડ સાથે જ પીપળાના ઝાડની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુની પણ કૃપા મળે છે.

વટ સાવિત્રીના દિવસે વડના ઝાડ સાથે જ પીપળાના ઝાડની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુની પણ કૃપા મળે છે
વટ સાવિત્રીના દિવસે વડના ઝાડ સાથે જ પીપળાના ઝાડની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુની પણ કૃપા મળે છે

વટ સાવિત્રી વ્રતની પૂજન વિધિ

  • સૂર્યોદય પહેલાં જાગીને તીર્થના જળથી સ્નાન કરવું જોઈએ. ભગવાન શિવ-પાર્વતીની પૂજા કરીને સાવિત્રી અને વડના ઝાડની પૂજા કરવાનો સંકલ્પ લેવો જોઈએ.
  • વડના ઝાડની નીચે પૂજા શરૂ કરો. જેમાં માટીનું શિવલિંગ બનાવો. પૂજાની સોપારીને ગૌરી અને ગણેશ માનીને પૂજા કરો. સાથે જ સાવિત્રીની પૂજા પણ કરો.
  • છેલ્લે વડના ઝાડમાં 1 લોટો જળ ચઢાવો. શ્રદ્ધા પ્રમાણે ઝાડની 11, 21 કે 108 વખત પરિક્રમા કરીને વડ ઉપર કાચો સૂત્તરનો દોરો લપેટવો.
વટ સાવિત્રીના દિવસે સાવિત્રી અને સત્યવાનની કથા સાંભળવાનું વિધાન છે
વટ સાવિત્રીના દિવસે સાવિત્રી અને સત્યવાનની કથા સાંભળવાનું વિધાન છે

 

યમરાજે સત્યવાનને ફરી જીવનદાન આપ્યુ
આ વ્રતને રાખવાથી પતિ ઉપર આવેલાં સંકટ દૂર થાય છે અને આયુષ્ય લાંબુ થાય છે. એવું જ નહીં જો લગ્નજીવનમાં કોઈ પરેશાની ચાલી રહી હોય તો તે પણ આ વ્રતના પ્રતાપથી દૂર થઈ જાય છે. પરણિતાઓ પોતાના પતિની લાંબી ઉંમર અને સુખદ લગ્નજીવનની કામના કરીને આ દિવસે વડના ઝાડની પૂજા-અર્ચના કરે છે. આ દિવસે સાવિત્રી અને સત્યવાનની કથા સાંભળવાનું વિધાન છે. માન્યતા છે કે આ કથાને સાંભળવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. પૌરાણિક કથા પ્રમાણે સાવિત્રી મૃત્યુના દેવતા યમરાજ પાસે પોતાના પતિ સત્યવાનના પ્રાણ પાછા લઇને આવી હતી.

Leave a Comment