હુકુમ:શિંદે- ફડણવીસ સરકારે ફોન ટેપિંગ કેસ CBIને સોંપ્યો - Alviramir

હુકુમ:શિંદે- ફડણવીસ સરકારે ફોન ટેપિંગ કેસ CBIને સોંપ્યો

મુંબઈ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • આઈપીએસ અધિકારી રશ્મી શુક્લા 2019માં રાજ્ય ગુપ્તચર વિભાગ (એસઆઈડી)ના પ્રમુખ હતાં ત્યારે વરિષ્ઠ અધિકારીઓ અને રાજકીય નેતાઓના ફોન ટેપ કરવાનો ગંભીર આરોપ છે

ઉપ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસનું અગાઉ નિવેદન નોંધવામાં આવ્યું હતું તે ફોન ટેપિંગ કેસ સહિત બે કેસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ને સોંપવા રાજ્ય પોલીસને મહારાષ્ટ્ર સરકારે નિર્દેશ આપ્યા છે. બીજા કેસમાં ભાજપના નેતા અને ભૂતપૂર્વ રાજ્ય મંત્રી ગિરીશ મહાજન પર ખંડણી અને ફોજદારી ગુનાનો આરોપ છે.આ બંને કેસ સીબીઆઈને સોંપવાનો રાજ્ય સરકારે આદેશ જારી કર્યો છે. જોકે મુંબઈ પોલીસને હજુ સુધી આદેશ પ્રાપ્ત થયા નથી. આઈપીએસ અધિકારી રશ્મી શુક્લા 2019માં રાજ્ય ગુપ્તચર વિભાગ (એસઆઈડી)ના પ્રમુખ હતાં ત્યારે રાજકીય નેતાઓ અને વરિષ્ઠ અધિકારીઓના ફોન અનધિકૃત રીતે ટેપ કરવાનો આરોપ છે.

મુંબઈ પોલીસે રાજકીય નેતાઓ અને વરિષ્ઠ અધિકારીઓના ફોન ટેપ કરવા માટે અને ગોપનીય દસ્તાવેજો લીક કરવા માટે અજ્ઞાત વ્યક્તિઓ સામે બીકેસી સાઈબર પોલીસ સ્ટેશનમાં વિધિસર ગોપનીય ધારાની કલમો હેઠળ ફર્સ્ટ ઈન્ફોર્મેશન રિપોર્ટ (એફઆઈઆર) દાખલ કરી છે. ફરિયાદ એસઆઈડી દ્વારા નોંધાવવામાં આવી છે.2014 અને 2019માં ફડણવીસ મુખ્ય મંત્રી હતા ત્યારે પોલીસ વિભાગમાં ટ્રાન્સફર કરવા માટે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો એવો પત્ર શુક્લાએ તત્કાલીન મહારાષ્ટ્રના પોલીસ પ્રમુખને લખ્યો હતો, જે ટાંક્યો હતો.

આ પત્રમાં ટેપ કરવામાં આવેલા ફોન કોલની વિગતો પણ હતી, જેને લીધે શિવસેનાની આગેવાની હેઠળની મહાવિકાસ આઘાડી સરકારે પરવાનગી વિનાના ફોન ટેપ કરવામાં આવ્યા હોવાનો વિરોધ કર્યો હતો.આ પૂર્વે મહારાષ્ટ્રના મુખ્ય સચિવ સીતારામ કુંટેએ પોતાના તપાસના અહેવાલમાં આરોપ કર્યો હતો કે શુક્લાએ ગોપનીય અહેવાલ લીક કર્યો હતો. સાઈબર પોલીસની ટીમે આ કેસમાં શુક્લાનું નિવેદન નોંધ્યું હતું. આ વર્ષે માર્ચમાં ફડણવીસનું પણ નિવેદન નોંધવામાં આવ્યું છે.

મહાજન પર ખંડણીની માગણી અને ધમકી આપવાનો આરોપ : દરમિયાન ભજપના વરિષ્ઠ નેતા ગિરીશ મહાજન સહિતના આરોપીઓ સામે જલગામમાં સહકારી શૈક્ષણિક સંસ્થાના પદાધિકારીઓ પાસે ખંડણીની માગણી અને ધમકી આપવાનો આરોપ કરવામાં આવ્યો છે. આ કેસ પછી પુણેમાં કોથરૂડ પોલીસને તપાસ માટે સોંપવામાં આવ્યો હતો.

સીબીઆઈને તપાસનો આદેશ
આ કેસ તાજેતરમાં તત્કાલીન પોલીસ કમિશનર સંજય પાંડેના આદેશથી વધુ તપાસ માટે કોલાબા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. હવે મુખ્ય મંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળ નવી સરકાર ગયા મહિને રચવામાં આવ્યા પછી સીબીઆઈને તપાસનો આદેશ આપ્યો છે. ગિરીશ મહાજન સામે જલગામમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેમની સાથે એફઆઈઆરમાં 28 અન્ય આરોપીનાં નામ છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment