હુમલો:સિસ્વા ગામે દિયર પાસે નાણાં પરત માંગતા ભાભી પર હુમલો - Alviramir

હુમલો:સિસ્વા ગામે દિયર પાસે નાણાં પરત માંગતા ભાભી પર હુમલો

આણંદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • ઉભી રહે હું તને પૈસા આપું છું કહીં લાકડી વડે માર માર્યો

બોરસદ તાલુકાના સિસ્વા ગામે બે વર્ષ પહેલા આપેલા રૂ.50 હજારની ઉઘરાણી મામલે દિયરે તેના ભાભીને લાકડીથી માર માર્યો હતો. જેથી ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ અંગે ભાદરણ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બોરસદના સિસ્વા ગામે રહેતા ચંચળબહેન ઇશ્વરભાઈ (ઉ.વ.65)ના પુત્રએ ગોવિંદ સવાભાઈને બે વર્ષ પહેલા ઉછીના રૂ.50 હજાર આપ્યાં હતાં. ત્યારબાદ ગોવિંદ પાસે વારંવાર નાણાંની માંગણી કરવા છતાં આપતો ન હતો. અને દર વખતે વાયદા કરતો હતો. જેથી ચંચળબહેન 18મી જુલાઇના રોજ મોડી સાંજે ગોવિંદ ઘરે પૈસાની ઉઘરાણી કરવા માટે ગયાં હતાં. અને તેઓએ ગોવિંગ પાસે પૈસાની માંગણી કરી હતી. આ સમયે ગોવિંદ ઉશ્કેરાઇ ગયો હતો અને ઉભી રહે હું તને પૈસા આપું છું.

જોકે, ઝઘડામાં પડવા ન પડે તે માટે ચંચળબહેન ત્યાથી નિકળી ગયાં હતાં. પરંતુ ગોવિંદ તેમની પાછળ પાછળ લાકડી લઇને તેમના ઘરે ગયો હતો અને તેમની સાથે ઝઘડો કરી ચંચળબહેનના માથામાં લાકડા મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. તેમજ ગોવિંદનું ઉપરાણું લઈને દિવાળીબેને પણ ચંચળબેનને ગળદાપાયુનો માર મારી ગમે તેમ બોલીને ઘમતી આપી હતી. આ સમયે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ચંચળબેનને છોડાવ્યાં હતા. ત્યારબાદ તેઓને દવાખાનામાં લઈ જઈ સારવાર કરાઈ હતી. આ અંગે ચંચળબહેનની ફરિયાદ આધારે ભાદરણ પોલીસે ગોવિંદ સવા અને દિવાળીબહેન ગોવિંદ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment