હુમલો નહીં આપઘાતનો પ્રયાસ:છરીના ઘા ઝીંકી હત્યાના પ્રયાસની ફરિયાદ કરનાર અમદાવાદનો વેપારી જ ગૂનેગાર નીકળ્યો, પોતે ઈજા પહોંચાડી - Alviramir

હુમલો નહીં આપઘાતનો પ્રયાસ:છરીના ઘા ઝીંકી હત્યાના પ્રયાસની ફરિયાદ કરનાર અમદાવાદનો વેપારી જ ગૂનેગાર નીકળ્યો, પોતે ઈજા પહોંચાડી

અમદાવાદ40 મિનિટ પહેલા

  • કૉપી લિંક

બે દિવસ પહેલા ઓઢવ પોલીસ મથકે એક વેપારી પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. 3 યુવકોએ સસ્તા ભાવે માલ કેમ વેચો છો? તેમ કહી જીવલેણ હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જે અંગે તપાસ કરતા હકીકત સામે આવી કે, વેપારીએ દેવુ વધી જતાં આત્મહત્યાની કોશીશ કરી હતી. જેથી પોલીસે હવે ફરિયાદી વેપારી પર જ કાર્યવાહી શરૂ કરી છે.

પોલીસે સીસીટીવી ચેક કરતા ભાંડો ફૂટ્યો
સુરેશ ભાનુશાળી નામના વેપારી ઓઢવના વાસુદેવ એસ્ટેટમાં ભાનુસાલી સ્ટિલના નામે વેપાર કરે છે, પરંતુ બે દિવસ પહેલા તેમણે ફરિયાદ નોઁધાવી હતી કે, તે પોતાની ઓફિસ પાસે હાજર હતા, તે સમયે 3 યુવકોએ આવી સસ્તા ભાવે માલ કેમ વેચો છો? તેમ કહી છરીના ઘા માર્યા હોવાની ફરિયાદ નોંધાવી હતી. જોકે પોલીસને ઈજાના નિશાન અને સીસીટીવી તપાસતા આ ફરિયાદ ખોટી હોવાનુ લાગી રહ્યુ હતુ.જોકે તપાસ બાદ ફરિયાદી એ પોલીસને ખોટી માહિતી આપી હોવાનુ સામે આવ્યુ છે.

વ્યવસાયમાં દેવું વધતાં જાતે જ ગળે છરી મારી
ઓઢવ પોલીસે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધી તપાસ કરતા સામે આવ્યું કે, સુરેશભાઈને વ્યવસાયમાં દેવુ વધી ગયુ હતુ અને તે દેવુ ભરી શકે તેવી કોઈ શક્યતા પણ ન હતી. જેથી તેમણે જાતે જ છરી વડે હાથ અને ગળાના ભાગે ઈજા પહોંચાડી આત્મહત્યાની કોશીશ કરી હતી. પરંતુ તેમનો દીકરો આવી જતાં તે છરી સંતાડી હોસ્પિટલ દાખલ થઈ ગયા હતા.

ફરિયાદી વિરુદ્ધ જ કાયદેસરની કાર્યવાહી થશે
હત્યાના પ્રયાસની ફરિયાદના આધારે ઓઢવ પોલીસે આરોપી સુધી પહોંચવા સખત તપાસ કરી હતી. જોકે ફરિયાદી જ ખોટુ બોલતા હોવાનું સામે આવતાં હવે ફરિયાદી વિરુધ્ધ જ કાયદેસરના કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ લેણદારો દ્વારા ફરિયાદીને કોઈ ધમકી મળી હતી કે કેમ અને આત્મહત્યા માટે કોઈ દબાણ કરી રહ્યુ હતુ કે કેમ તે અંગે પોલીસે તપાસ શરુ કરી છે. જેના આધારે વધુ એક ગુનો નોંધાઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment