હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ફરી ચર્ચામાં:MA સેમ-1ની પરીક્ષા પરિણામ જાહેર, વિદ્યાર્થીઓ હાજર હોવા છતાંય ગેરહાજર દર્શાની નાપાસ કરાયાનો વિદ્યાર્થીઓનો આક્ષેપ - Alviramir

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ફરી ચર્ચામાં:MA સેમ-1ની પરીક્ષા પરિણામ જાહેર, વિદ્યાર્થીઓ હાજર હોવા છતાંય ગેરહાજર દર્શાની નાપાસ કરાયાનો વિદ્યાર્થીઓનો આક્ષેપ

પાટણ42 મિનિટ પહેલા

  • ગેરહાજર બતાવી નાપાસ કરેલા વિદ્યાર્થીઓ કુલપતિ અને પરીક્ષા નિયામકને રજૂઆત કરી

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ફેબ્રુઆરીમાં OMR પદ્ધતિથી લેવાયેલી MA સેમ-1ની પરીક્ષા પરિણામ જાહેર થયું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર હોવા છતાંય ગેરહાજર દર્શાની નાપાસ કરાતા વિદ્યાર્થીઓએ પરીક્ષા નિયામકને રજૂઆત કરી હતી.

વિદ્યાર્થીઓમાં આક્રોશ
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સતત વિવાદોથી ઘેરાયેલી રહેવા પામી છે. અવારનવાર બાંધકામમાં ભ્રષ્ટાચાર, ગુણ સુધારણા કૌભાંડ તેમજ અનેકવાર પરિણામોમાં પણ છબરડા સામે આવતા હોય છે. જેને લઈ યુનિવર્સિટી સતત ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ફેબ્રુઆરી મહિનામાં લેવામાં આવેલી MAની પરીક્ષાનું પરિણામ જાહેર થતા આશરે 500 જેટલા વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા છતાં ગેરહાજરનું કારણ આગળ ધરી નાપાસ કરવામાં આવ્યા છે. જેને લઈ વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો ત્યારે ગેરહાજરના કારણે નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વહીવટ ભવન ખાતે પરીક્ષા નિયામક મિતુલ દેલિયાને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

કુલપતિ અને રજીસ્ટાર સાથે ચર્ચા કરીશું: પરીક્ષા નિયામક
આ બાબતે પરીક્ષા નિયામક મિતુલ દેલિયાએ જણાવ્યું હતું કે, કોરાના કાળ દરમિયાન વિદ્યાર્થીઓ માટે અલગ અલગ પેન પેપર, ઓનલાઈન અને OMRMCQ પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવી હતી. ગયા વિકમાં પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓને એપ્સન્ટ દર્શવવામાં આવ્યા છે. જેનું મૂળ કારણ બેઠક નંબર ઘૂંટવામાં અને પેપર કોડ નંબર લખવામાં ભૂલ કરી છે. કુલપતિ અને રજીસ્ટાર સાથે ચર્ચા કરી આગળ ચર્ચા કરવામાં આવશે. એપ્સન્ટ આવેલ વિદ્યાર્થીઓમાં ટેક્નિલકલ ભૂલ નથી પણ OMRમાં બેઠક નંબરમાં ઘૂંટવાની અને બેઠક નંબર ઘૂંટવામાં આ ભૂલ થઈ છે. જેના કારણે એપ્સન્ટ પરિણામ આવ્યું છે. વિદ્યાર્થી એ જે વિષય માં ભૂલ કરી છે, એમાં એપ્સન્ટ દર્શવવા આવ્યા છે.

આ બાબતે MA સેમ 1 ઇંગલિશમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, અમે પરીક્ષા આપી છતાંય અમને ગેરહાજર બતાવી ફેલ કરવામાં આવ્યા છે. તો અમારી રજૂઆત છે કે, આ તાપસ કરવી અમારું પરિણામ સુધારી આપે. પરીક્ષા નિયામક કહે છે કે વિદ્યાર્થીઓની ભૂલ છે તો સુપરવાઇઝર આ જોવું જોઈએને વિદ્યાર્થીઓ વાંક કહે છે તો શું સુપરવાઈઝરની જવાબદારી નથી.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment