હેલ્થ:ઉત્તર ગુજરાતમાં 17.6% મહિલાઓનું શરીર મેદસ્વી બનાસકાંઠામાં 11.7 % અને પાટણમાં 18.3 % મહિલા - Alviramir

હેલ્થ:ઉત્તર ગુજરાતમાં 17.6% મહિલાઓનું શરીર મેદસ્વી બનાસકાંઠામાં 11.7 % અને પાટણમાં 18.3 % મહિલા

મહેસાણા3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • NFHS-5 મુજબ, સાવ પાતળી મહિલાઓ અરવલ્લીમાં 34.4 % અને સા.કાં.માં 26.6 %
  • ઉત્તર ગુજરાતમાં સૌથી જોખમી કમર ધરાવતી મહિલાઓ સા.કાં.માં સૌથી વધુ 58.9% અને અરવલ્લીમાં42.2%

આરોગ્ય વિભાગ દ્વારા વર્ષ 2019-20માં કરાયેલા નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5ના જાહેર કરાયેલા તારણો મુજબ, ઉત્તર ગુજરાતમાં વધુ વજન ધરાવતી કે મેદસ્વી મહિલાઓનું પ્રમાણ 17.6 ટકા છે. જેમાં સૌથી ઊંચું પ્રમાણ મહેસાણા જિલ્લામાં 24.3 ટકા નોંધાયું છે. જે રાજ્યની સરેરાશ 22.6 ટકાથી પણ 2 ટકા વધુ છે. 4 વર્ષ પહેલાં કરાયેલા 2015-16ના સર્વેમાં આ પ્રમાણ 22.7 ટકા હતું. એટલે કે, 4 વર્ષમાં આવી મહિલાઓ દોઢ ટકો વધી છે. શરીરની સ્થૂળતાના પ્રમાણમાં ઉ.ગુ.માં બીજા ક્રમે પાટણ, પછી અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા પાંચમા ક્રમે છે.

ઉ.ગુ.માં સાવ પાતળુ શરીર ધરાવતી મહિલાઓનું પ્રમાણ 30.3 ટકા છે. જેમાં સૌથી વધુ મહિલાઓ બનાસકાંઠામાં 36.7 ટકા છે. રાજ્યમાં આવી મહિલાઓનું પ્રમાણ 25.2 ટકા છે. એ જોતાં આ પ્રમાણ ઘણું વધારે છે. દૂબળી-પાતળી મહિલાઓના પ્રમાણમાં બીજા ક્રમે અરવલ્લી, પછી પાટણ, સાબરકાંઠા અને મહેસાણા પાંચમા ક્રમે છે. ઉ.ગુ.માં જોખમી કમર ધરાવતી એટલે કે હાઇરિસ્ક કમર ટુ હીપ રેશિયો ધરાવતી મહિલાઓનું પ્રમાણ 41.2 ટકા છે. જેમાં સૌથી ઊંચું પ્રમાણ સાબરકાંઠામાં 58.9 ટકા નોંધાયું છે. જે રાજ્યની સરેરાશ 43.7 ટકાથી 15 ટકા વધુ છે. આ રેશિયામાં બીજા ક્રમે મહેસાણા, પછી અરવલ્લી, બનાસકાંઠા અને પાટણ પાંચમા ક્રમે છે.

આ પહેલાં વર્ષ 2015-16માં નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-4 કરાયો હતો. જેમાં વધુ વજન ધરાવતી મહિલાઓનું પ્રમાણ મહેસાણામાં 22.7, પાટણમાં 17.0 અને બનાસકાંઠામાં 10.6 ટકા નોંધાયું હતું. જ્યારે સાવ પાતળી મહિલાઓનું પ્રમાણ બનાસકાંઠામાં 38.4, પાટણમાં 30.2 અને મહેસાણામાં 26.8% નોંધાયું હતું. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાનો આ સર્વેમાં સમાવેશ કરાયો ન હતો.

ઉત્તર ગુજરાતમાં વધુ વજન ધરાવતી મહિલાઓ……….
1. મહેસાણા 24.3%
2. પાટણ 18.3%
3. અરવલ્લી 18.1%
4. સાબરકાંઠા 15.5%
5. બનાસકાંઠા 11.7%
ઉત્તર ગુજરાત 17.6%
રાજ્ય સરેરાશ 22.6%
ઉત્તર ગુજરાતમાં સાવ પાતળું શરીર ધરાવતી મહિલાઓ…
1. બનાસકાંઠા 36.7%
2. અરવલ્લી 34.4%
3. પાટણ 29.3%
4. સાબરકાંઠા 26.6%
5. મહેસાણા 24.4%
ઉત્તર ગુજરાત 30.3%
રાજ્ય સરેરાશ 25.2%

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment