હેલ્થ ટીપ્સ:પેટના દુ:ખાવાનું ક્યારેક કારણ માઇગ્રેન પણ હોઇ શકે - Alviramir

હેલ્થ ટીપ્સ:પેટના દુ:ખાવાનું ક્યારેક કારણ માઇગ્રેન પણ હોઇ શકે

ભાવનગર2 કલાક પહેલા

 • કૉપી લિંક

પ્રતીકાત્મક તસ્વીર

 • રાત્રે મોબાઇલના વધુ પડતા ઉપયોગથી ઉંઘ પુરી ન થવાથી બાળકોમાં આ રોગ થાય છે
 • બિમારીના નિદાન માટે પેટની સંપૂર્ણ તપાસ જરૂરી

મોટાભાગે પેટના દુ:ખાવાના ઘણા કારણો હોય છે. ક્યારેક એવું થાય કે પેટના દુ:ખાવા માટેના બધા રિપોર્ટ કરાવ્યાં છતાં કોઈ કારણ મળતું નથી, આનું કારણ માઈગ્રેન હોય શકે, જેને એબ્ડોમિનલ માઈગ્રેન તરીકે ઓળખાય છે. આ બિમારીના નિદાન માટે પહેલા તો પેટની સંપૂર્ણ તપાસ થવી જોઈએ, અને જો બધા રિપોર્ટ નોર્મલ આવે તો એબ્ડોમિનલ માઈગ્રેન હોવાની સંભાવના દર્શાવી શકાય. આ માઈગ્રેન એવા બાળકો કે લોકોમાં જોવા મળે જેમના વાલીઓને માથાના દુખાવાની ફરિયાદ રહેતી હોય.

રાત્રે મોબાઇલનો વધુ ઉપયોગ કરવાના લીધે બાળકોની ઊંઘ પુરી થતી નથી અને બીજે દિવસે શાળાએ જવા માટે વહેલું ઉઠવું પડતું હોય છે , ઊંઘ પુરી ન થવાના લીધે તેઓ વારંવાર પેટના દુખાવાની ફરિયાદ કરતા હોય છે. વાલીઓને આ ફરિયાદ ખોટી લાગતી હોવાથી તેઓ બાળકો પર ગુસ્સો કરતા હોય છે પરંતુ આ પ્રકારના દુખાવા ખોટા નથી હોતા તેથી આવા પેટના દુખાવાને માઈગ્રેન માનીને તેની યોગ્ય સારવાર લેવી જોઈએ

એબ્ડોમિનલ માઈગ્રેનના કારણો

 • ઉજાગરા કરવા/ ઊંઘ પુરી ન થવી
 • ભૂખ્યા રહેવું/ ઉપવાસ કરવા
 • વધુ પડતી ઉપાધિ/ચિંતા કરવી
 • ​​​​ તડકામાં જવાથી
 • મુસાફરી કરવાથી
 • કોઈ સ્મેલ (અત્તર , પેટ્રોલ)ના લીધે
 • અમુક ખાવાની વસ્તુથી જેમ કે, ચોકલેટ, ચીઝ, ખાટા ફળો, ચાઇનીઝ ફૂડ, દારૂ.

એબ્ડોમિનલ માઈગ્રેન કોને થાય?
પેટના દુ:ખાવાના થતા આ રોગના પહેલાના સંશોધન પ્રમાણે આ માઈગ્રેન નાના બાળકો કે જેમની ઉમર 5 થી 10 વર્ષની હોય તેમાં જોવા મળતો, પરંતુ આજકાલની ભાગદોડવાળી જિંદગીના લીધે યુવા અવસ્થામા આ બિમારી વધુ ને વધુ ફેલાતી જાય છે.

એબ્ડોમિનલ માઈગ્રેનના લક્ષણો

 • પેટમા નાભિની ફરતે સખત દુ:ખાવો થવો
 • દુખાવાની સાથે ઉલ્ટી, ઉબકા તેમજ ભુખ ન લાગવી જેવા લક્ષણો હોવા, સાથે સાથે શરીરમાં નબળાઈ, ચામડી ફિક્કી પડતી જોવા મળે છે.
 • અમુક દર્દીને પેટના દુ:ખાવા સાથે માથાનો દુખાવો પણ જોવા મળતો હોય છે.
 • દુ:ખાવો આશરે 2થી 72 કલાક રહેતો હોય છે.
 • દુ:ખાવો મહિનામા 2થી5 વાર થતો હોય છે.
 • આરામ કરવાથી દુ:ખાવામાં રાહત મળતી હોય છે.

જીવનશૈલીમાં પરિવર્તનથી રોગમાં રાહત થશે
એબ્ડોમિનલ માઈગ્રેનની સારવારમા જીવનશૈલીમાં ફેરફાર લાવવો જોઈએ, જેમ કે, ઊંઘ પુરી માત્રામાં લેવી જોઈએ, ભૂખ્યા ન રહેવું જોઈએ, અમુક ભોજનમાં ધ્યાન રાખવું જોઈએ, વધારે પડતાં અવાજથી દુર રહેવું જોઈએ, તડકામાં બહાર ન જવું જોઈએ, વધુ પડતી ઉપાધિ/ ચિંતા ના કરવી જોઈએ .એબ્ડોમિનલ માઈગ્રેનની યોગ્ય સારવાર માટે ન્યુરોલોજીસ્ટની સલાહ લેવી જોઈએ.- ડો.જયંિત ગુરૂમુખાણી, એમડી, ન્યુરોલોજીસ્ટ

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment