હોસ્પિટલ હોવા છતા હાલાકી:ઇસરી ખાતે બે કરોડના ખર્ચે તૈયાર થયેલ આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર-સાધનોની અછત; દર્દીઓ 35 કિલોમીટર દૂર જવા મજબૂર - Alviramir

હોસ્પિટલ હોવા છતા હાલાકી:ઇસરી ખાતે બે કરોડના ખર્ચે તૈયાર થયેલ આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર-સાધનોની અછત; દર્દીઓ 35 કિલોમીટર દૂર જવા મજબૂર

અરવલ્લી (મોડાસા)એક કલાક પહેલા

મેઘરજના અંતરિયાળ અને રાજસ્થાનની સરહદે આવેલા ઇસરી આરોગ્ય કેન્દ્ર રાજસ્થાનની સરહદે આવેલ અને 30થી વધુ ગામડાઓને આવરી લઇ ચાલતું આરોગ્ય કેન્દ્ર છે. ત્યારે અહીં આરોગ્ય કેન્દ્રમાં જરૂરિયાત પ્રમાણે અપૂરતા સાધન સામગ્રીના અભાવના કારણે દર્દીઓને હાલાકી ભોગવવી પડે છે. વધુમાં હાલ ઇસરી આરોગ્ય કેન્દ્રમાં ત્રણ મેડિકલ ઓફિસરની જગ્યા મહેકમ પ્રમાણે ભરેલી છે પરંતુ એક કાર્ડિએક ક્લાસ 1 અધિકારીની જગ્યા ખાલી છે.

દર્દીઓના જણાવ્યા અનુસાર યોગ્ય ઉપકરણો ન હોવાના કારણે તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

દર્દીઓના જણાવ્યા અનુસાર યોગ્ય ઉપકરણો ન હોવાના કારણે તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

યોગ્ય સાધનસામગ્રીનો પણ અભાવ
આરોગ્ય કેન્દ્રમાં એક્સરે મશીન નથી તેમજ એના માટે ટેકનેશિયન પણ નથી વધુમાં દવાખાનામાં સોનોગ્રાફીનું મશીન પણ નથી ત્યારે ડોક્ટરના જણાવ્યા મુજબ જો જરૂરિયાત સાધન સામગ્રી આપવામાં આવે તો દર્દીની સારી એવી સારવાર થઇ શકે અને દર્દીને બીજે રીફર ન કરવા પડે અને અહીંજ સારવાર મળી રહે તેવી માંગ સેવાઈ રહી છે. ઇસરી ગામમાં પહેલા પીએચસી હતું આ વિસ્તાર રાજસ્થાનની સરહદે આવેલું છે. ગરીબ અને આદિવાસી વિસ્તાર છે, દર્દીઓની સંખ્યા પણ વધુ પ્રમાણમાં છે ત્યારે આ વિસ્તારની જનતાની માંગ પ્રમાણે સીએચસી માં ફેરવાયું અને બે કરોડના ખર્ચે અદ્યતન હોસ્પિટલનું નિર્માણ થયું. સીએચસીમાં જે વિભાગો હોય છે એ વિભાગોના સંકુલો બનાવ્યા છે પરંતુ તેમાં મશીનરી અને તેને લાગતા સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો નથી.

ઓર્થોપેડિક અને ગાયનેક ડોક્ટરોની અછત
​​​​​​
​હોસ્પિટલમાં એક્સરે સોનોગ્રાફી ઓર્થોપેડિક કાર્ડિએક વિભાગ ગાયનેક વિભાગ આ તમામ વિભાગોમાં ડોક્ટરો નથી ત્યારે ઇસરી સીએચસી માં આવતા ગરીબ દર્દીઓને સારવાર માટે 35 કિલોમીટર દૂર જવું પડે છે જે સ્થાનિક મધ્યમ વર્ગ ની જનતાને પોસાય એમ નથી જેથી આ ઇસરી સીએચસીમાં અદ્યતન સંકુલ સાથે જે તે વિભાગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો મશીનરી સહિત મુકવામાં આવે એવી સ્થાનિક અગ્રણીઓની માંગ છે.

બે કરોડના ખર્ચે હોસ્પિટલ તૈયાર થયુ પણ ડોક્ટરો-ઉપકરણોની અછતથી સ્થિતિ જેસે થે જેવી છે

બે કરોડના ખર્ચે હોસ્પિટલ તૈયાર થયુ પણ ડોક્ટરો-ઉપકરણોની અછતથી સ્થિતિ જેસે થે જેવી છે

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment