22 એવોર્ડ જાહેર કર્યા:રાજ્ય સરકારના હસ્તકળા એવોર્ડ પ્રાપ્ત કરનાર 22માંથી 13 કારીગરો કચ્છના ! - Alviramir

22 એવોર્ડ જાહેર કર્યા:રાજ્ય સરકારના હસ્તકળા એવોર્ડ પ્રાપ્ત કરનાર 22માંથી 13 કારીગરો કચ્છના !

ભુજએક કલાક પહેલા

  • કૉપી લિંક

રાજેશ મારવાડાને લુડીયા વુડ કાર્વિંગ માટે પારિતોષિક પ્રાપ્ત થયો હતો.

  • સરકારે 2019-20 બે વર્ષના એવોર્ડ સાથે જાહેર કર્યા
  • કાપડ, ભરતકામ, લાકડું, મેટલક્રાફ્ટ અને લુપ્ત થતી કળાઓમાં પારિતોષિક જાહેર કરાયા

વર્ષ 2019 અને 2020 ના ગુજરાત સરકારે હસ્તકળા ક્ષેત્રે વિશેષ 22 એવોર્ડ જાહેર કર્યા છે. તેમાં સૌથી વધુ કચ્છના કારીગરોએ એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. કાપડ, ભરતકામ, ચર્મકામ, લાકડું, વાંસકામ, મેટલક્રાફ્ટ તેમજ અન્ય ક્રાફ્ટમાં મહિલા અને યુવા કારોગરો અને લુપ્ત થતી કલા જેવી સાત કેટેગરીમાં કુલ 22 કારીગરને એવોર્ડ જાહેર થયા છે.

લુપ્ત થતી કલાની કેટેગરીમાં ભુજોડીના યુવા કારીગર રાજેશ જયમલ મારવાડાને લુડીયા વુડ કાર્વિંગ ક્રાફ્ટ માટે વર્ષ-2020 એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે. તેમણે લાકડાના કચ્છી ભુંગો બનાવી એવોર્ડના નમુના તરીકે મોકલેલો હતો. તેમના પિતાજી જયમલભાઇ માયા મારવાડાને પણ વર્ષ-2019નો રાજ્ય સરકાર દ્વારા હેન્ડીક્રાફ્ટ એવોર્ડ આ કળા માટે પ્રાપ્ત થયો હતો.

તેમજ તેમના માતાજી વીરાબેન જયમલ મારવાડાને વર્ષ-1998 ભરતકામનો રાજ્યસ્તરે એવોર્ડ મેળવેલો હતો. 2020 ના અન્ય એવોર્ડ કચ્છના ભરતકામ માટે પ્રથમ ગરવા હિરાબેન રવાભાઇને પસંદ કરાયા છે. કચ્છના તેજશી ધનનાને કેમલ ક્રોપિંગ માટે બીજા નંબરે, જ્યારે મહિલા કેટેગરીમાં કચ્છના દેવાબેન મંગલભાઇને બન્ની ભરતકામ મોતી વર્ક માટે, યુવા કારીગર કેટેગરીમાં કચ્છના બગડા નિલેશ ભરતભાઇને, જ્યારે લુપ્ત થતી કલા કેટેગરીમાં અબ્બાસ ઇબ્રાહિમ ખત્રી (અજરખપુર)ને અજરખ બ્લોક પ્રિન્ટ માટે પસંદ કરવામાં આવ્યા છે.

2019 માટે ભરતકામ માટે તારાબેન રમેશભાઇ મારૂને સોલ્સ આર્ટવેરમાં પ્રથમ, દુર્લભજી આણંદજી મકવાણાને બાટિક પેઇન્ટીંગ માટે બીજા સ્થાને, જ્યારે દયાભાઇ પેથાભાઇ મારવાડાને ભરત માટે બીજો, લેધર વર્ક માટે બીજા સ્થાને બીજલાણી અંચલભાઇ પશુભાઇ પસંદગી પામ્યા છે. ક્રાફ્ટ્સ મહિલા કેટેગરીમાં સુમરાસરના ખત્રી સુમૈયા સરફરાઝ બાંધણી માટે જ્યારે યુવાન કારીગરીમાં નઝાર કલ્પેશ ધનજીભાઇ હાથવણાટ માટે પસંદગી પામ્યા છે. આમ બે વર્ષના જાહેર થયેલ કુલ 22 માંથી કચ્છના 13 કારીગરોએ એવોર્ડ મેળવી ડંકો વગાડ્યો છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment