4 વર્ષ પહેલા થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો:ધાનેરાના રૂણી ગામે બ્રહ્માણી માતાના મંદિરે થયેલી ચોરી મામલે એક શખ્સ ઝડપાયો - Alviramir

4 વર્ષ પહેલા થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો:ધાનેરાના રૂણી ગામે બ્રહ્માણી માતાના મંદિરે થયેલી ચોરી મામલે એક શખ્સ ઝડપાયો

બનાસકાંઠા (પાલનપુર)એક કલાક પહેલા

  • કૉપી લિંક
  • એલસીબી પોલીસે 4 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી

બનાસકાંઠા એલસીબી પોલીસે ધાનેરાના રૂણી ગામે બ્રહ્માણી માતાના મંદિરમાં 4 વર્ષ પહેલાં ચોરી કરનાર ઈસમને ઝડપી પાડયો છે. એલસીબી પોલીસે 4200નો મુદ્દામાલ કબજે લઇ ઇસમની અટકાયત કરી ધાનેરા પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરવા આગળની તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના રૂણી ગામે બ્રહ્માણી માતાના મંદિરે ચાર વર્ષે અગાઉ ચોરી કરી ઇસમો ફરાર થઇ ગયા હતા. જે બાદ ધાનેરા પોલીસે મંદિરમાં ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. જે આજે ચાર વર્ષ બાદ એલસીબી પોલીસે મંદિરમાં ચોરી કરનાર ચોરને ઝડપી પાડયો છે.
​​​​​​​બાતમીના આધારે ઝડપી પાડ્યો
એસીબી પોલીસ ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, તાલુકાના રામપુરા મોટામાં રહેતા કિરણભાઈ માજીરાણા એ આજથી ચારેક વર્ષ પહેલાં રૂણી ગામે બ્રહ્માણી માતાના મંદિરની દાનપેટી તોડી તેમાંથી પૈસાની ચોરી કરી હતી. જે આધારે એલસીબી પોલીસે ઇસમને ઝડપી પાડી પૂછપરછ કરતા તેણે રૂણી ગામે બ્રહ્માણી માતાના મંદિરમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. એલસીબી પોલીસે ઇસમની ધરપકડ કરી ધાનેરા પોલીસ સ્ટેશને ખસેડી કાયદેસરની કાર્યવાહી કરવા આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment