આ મોટી ઉમર ના પુરૂષ જેવુ દેખાતું જિવ સુ છે જાણો / હકિકત જાણી તમે પણ દંગ થઈ જસો જોવો વીડિયો - Alviramir

આ મોટી ઉમર ના પુરૂષ જેવુ દેખાતું જિવ સુ છે જાણો / હકિકત જાણી તમે પણ દંગ થઈ જસો જોવો વીડિયો

ટ્રાન્સવુમન નાઝ જોશી મિસ ટ્રાન્સ ગ્લોબલ 2022 સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહી છે. આ બ્યુટી કોન્ટેસ્ટમાં દુનિયાભરની ટ્રાન્સજેન્ડર મહિલાઓ ભાગ લઇ રહી છે. નાઝની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે, પરંતુ તેની માતા તેનાથી નારાજ છે. મા કહે છે, ‘મેં છોકરાને જન્મ આપ્યો હતો, છક્કાને નહીં.’

નાઝ જોશીનો જન્મ આઇઝીયા જોશી નામના છોકરા તરીકે થયો હતો. તેની માતા મુસ્લિમ હતી અને પિતા પંજાબી હિંદુ હતા.
નાઝ જોશીનો જન્મ આઇઝીયા જોશી નામના છોકરા તરીકે થયો હતો. તેની માતા મુસ્લિમ હતી અને પિતા પંજાબી હિંદુ હતા.

પ્રેમ કે ચોકલેટ કોઈની કમી ના હતી.
દિલ્લીનાં એક અપર-મિડલ ક્લાસ ફેમિલીમાં 31 ડિસેમ્બર 1984ના દિવસે એક બાળકનો જન્મ થયો હતો. તેનું નામ આઇઝીયા જોશી રાખવામાં આવ્યું હતું. પિતા દિલ્હી વિકાસ પ્રાધિકરણમાં અધિકારી હતા. બાળકને રમકડાં, પુસ્તકો, ચોકલેટ કે પ્રેમ કોઈની પણ ઊણપ ન હતી. તે બીજા છોકરાઓની તુલનામાં ઘણો નાજુક હતો, પરંતુ ચંચળ અને ખુશમિજાજ બાળક હતો.

10 વર્ષની ઉંમરે જ પરિવારે માર્યો હતો ટોણો
10 વર્ષનો બાળક જેને પોતે પણ ખબર ન હતી કે તે છોકરો છે કે છોકરી. તે સમયે તેના પરિવારના સભ્યોએ પણ તેની સાથે ગેરવર્તણૂક કરવાનું શરૂ કર્યું. પરિવારને લાગે છે કે બાળકના આવા વર્તનને કારણે દરેક જગ્યાએ તેમનું અપમાન થઈ રહ્યું છે. તેથી બાળકથી પીછો છોડાવવા માટે તેણે તેના પુત્રને મામાના ઘરે મોકલી દીધો.

વાસણ ધોયા, રસોઈમાં મામીને મદદ કરી
મામાનો પરિવાર મુંબઈની એક ચાલમાં રહેતો હતો. તેના પરિવારમાં પહેલેથી જ છ બાળકો હતાં અને તેના મામા સરકારી હોસ્પિટલમાં વોર્ડ બોય હતા. મામાએ પહેલા દિવસે જ કહ્યું, ‘તને શાળાએ મોકલવાની અમારી ક્ષમતા નથી. જાઓ અને કામ કરો અને તમારા પૈસા કમાઓ.’ મામાએ આઇઝીયાને નજીકના ઢાબામાં કામ કરવા માટે રાખ્યો હતો. 10 વર્ષનો છોકરો દિવસ દરમિયાન શાળાએ જતો અને પછી ઢાબા પર કામ પર જતો હતો. પછી તે ઘરે આવીને તેની મામીને રસોડામાં મદદ કરતો અને રાતે 11 વાગ્યે તેનું હોમવર્ક કરતો હતો.

આઇઝીયાનો પહેલાંનો અને અત્યારનો ફોટો
આઇઝીયાનો પહેલાંનો અને અત્યારનો ફોટો

‘તું ઘરની ઈજ્જત માટીમાં ભેળવી દઈશ, તું કલંક છે’
દિલ્લીમાં આઇઝીયાનાં મમ્મી-પપ્પાને પાંચ રૂમનું મોટું ઘર હતું અને મુંબઈમાં 12 બે 13નો એક રૂમ. ઘરનાં સુખ-સાહ્યબીમાં મોટા થયેલા બાળકને એક દિવસે રાતોરાત ઘરમાંથી, સંબંધમાંથી અને પ્રેમમાંથી બેદખલ કરી દીધો હતો. બાળકને બસ એ જ સમજમાં આવી રહ્યું હતું કે, માતા-પિતાએ ઘરમાંથી કાઢી મૂક્યો છે. મામા-મામી સંભળાવતાં હતાં કે, તારાં માતા-પિતાએ એનું પાપ અમારા માથે નાખી દીધું છે. તને કોઈ રાખવા નથી માગતું. તું ઘરની ઈજ્જતને માટીમાં ભેળવી દેશે. તું કલંક છે.

એ દુઃખભરી રાત અને હોસ્પિટલની સવાર
એક દિવસ આઇઝીયાના મામા ઘરે ન હતા. તેનો 20 વર્ષનો પુત્ર અને કેટલાક મિત્રો હતા અને બધા દારૂ પીતા હતા. તેણે 11 વર્ષના બાળકને પણ દારૂ પીવા આપ્યો, પરંતુ તેણે ના પાડી, પછી તેને સ્ટીલના ગ્લાસમાં કોલ્ડ ડ્રિંક આપ્યું અને એક શ્વાસમાં પીવા કહ્યું. તે પીને બાળક ઊંઘી ગયો અને બીજા દિવસે બપોરે હોસ્પિટલમાં તેની આંખ ખૂલી. તેના શરીર પર અનેક ઘા અને ગુદા વિસ્તારમાં ટાંકા હતા. પીડા ઘટાડવા માટે પેઇન કિલર આપવામાં આવી હતી. પરંતુ પીડા હજુ પણ અસહ્ય હતી. મેં આંખ ખોલી તો જોયું કે કાકા મારી સામે ઊભા હતા. તેણે એ જ કહ્યું, ‘કોઈને કંઈ બોલીશ નહીં. બે દિવસ પછી હું તને લેવા આવીશ, પણ કોઈ લેવા આવ્યું નહીં.

નાઝની માતાને આજે પણ નાઝ ઉપર ગર્વ નથી.
નાઝની માતાને આજે પણ નાઝ ઉપર ગર્વ નથી.

મામાના દીકરાએ કર્યો બળાત્કાર
તેરાતે મામાના દીકરા અને તેના છ મિત્રોએ આઇઝીયા પર બળાત્કાર ગુજાર્યો હતો. રેપ દરમિયાન વચ્ચે-વચ્ચે દુખાવાને કારણે આંખ ખૂલતી હતી અને ફરી બંધ થઇ જતી હતી. હોસ્પિટલમાં જ કિન્નર સમાજના એક માણસ દ્વારા નજર પડી હતી અને તે બાળકને સાથે લઇ ગયા હતા. થોડા દિવસ તો આઇઝીયાએ સિગ્નલ ઉપર ભીખ માગી હતી. બાદમાં પછી તેને કામ આપવામાં આવ્યું હતું. આઇઝીયા દિવસે સ્કૂલમાં જતો અને ભણતો અને રાત્રે યુવતી બનીને ડાન્સ કરતો હતો.

નાઝ તેના પિતા સાથે
નાઝ તેના પિતા સાથે

પરંતુ ત્યાં નબળા, અસહાય અને ગરીબનું યૌન શોષણ થતું હતું. આ બધી તકલીફો વચ્ચે હિંમત ન હારીને ભણવાનું ચાલુ રાખ્યું હતું. 11-12મા ધોરણમાં સાયન્સમાં ભણતર પૂરું કર્યું હતું. 18 વર્ષની ઉંમર સુધી આઇઝીયા બારમા ડાન્સ કરતી હતી. આ દરમિયાન તેણે પોતાની મહેનત અને કમાણીથી બારમું પાસ કર્યું. આઇઝીયાને હવે ગર્વ થયો હતો. આઇઝીયા હવે નાઝ બની ચૂકી હતી. નાઝે NIFT (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ ફેશન ટેક્નોલોજી)માં એડમિશન લીધું અને દરેક સેમેસ્ટરમાં ટોપ કર્યું. ડિઝાઇનર રિતુ કુમારને ત્યાં કેમ્પસ પ્લેસમેન્ટમાં પહેલી નોકરી મળી. નાઝ પછીથી દેશની પ્રથમ ટ્રાન્સજેન્ડર શોસ્ટોપર બની.

નાઝ તેનાં ભાઈ-બહેન સાથે
નાઝ તેનાં ભાઈ-બહેન સાથે

મિસ વર્લ્ડ ડાયવર્સિટીનો એવોર્ડ જીત્યો
નાઝે ફેશન અને સુંદરતાની દુનિયામાં પ્રવેશ કર્યો. મોડલિંગ કર્યું, રેમ્પ વોક કર્યું. તેણે આફ્રિકા, દુબઈ અને મોરેશિયસ જઈને સતત ત્રણ વર્ષ સુધી મિસ વર્લ્ડ ડાયવર્સિટીનો ખિતાબ જીત્યો. પિતાને નાઝ પર ગર્વ છે પણ માતાને હજુ ગર્વ નથી. હવે નાઝ મિસ ટ્રાન્સ ગ્લોબલ 2022 સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહી છે, જ્યાં તે વિશ્વભરની તેના કરતાં અડધી ઉંમરની ટ્રાન્સ બ્યુટીઝ સાથે સ્પર્ધા કરશે.

Leave a Comment