AAPની ઉગ્ર રજૂઆત:સુરતની સ્કૂલમાં પ્રિન્સિપાલનું બાળકો સાથે દુષ્કૃત્ય ઉજાગર થયાના 48 કલાકે પણ કોઈ પગલા ન લેવાતાં AAPએ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું - Alviramir

AAPની ઉગ્ર રજૂઆત:સુરતની સ્કૂલમાં પ્રિન્સિપાલનું બાળકો સાથે દુષ્કૃત્ય ઉજાગર થયાના 48 કલાકે પણ કોઈ પગલા ન લેવાતાં AAPએ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • After 48 Hours Of Exposure Of Principal’s Abuse Of Children In Surat School, No Action Taken, AAP Files Petition With Police Commissioner

સુરત18 મિનિટ પહેલા

  • કૉપી લિંક

આપના નેતાઓ દ્વારા પોલીસ કમિશનર પાસે ગુનો દાખલ કરી કડક સજાની માગ કરવામાં આવી હતી

  • વિદ્યાર્થીઓ વાલીઓને ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે-આપ

સુરતમાં સંત શ્રી બજરંગદાસ બગદાણાવાળા (બાપા સીતારામ) પ્રાથમિક શાળા ક્રમાંક 300ના દુષ્કૃત્યોના વીડિયો દ્વારા બાળકોનું શારીરિક શોષણ કરવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે. આમ આદમી પાર્ટી દ્વારા પત્રકાર પરિષદ દરમિયાન આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. આની સામે તાત્કાલિક પગલા લેવામાં આવે અને ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે તેવી વાલીઓ દ્વારા લગભગ ત્રણ મહિના અગાઉ ફરિયાદ કરવામાં આવી હોવાની વાત પણ કરવામાં આવી હતી. આ અંગે આપે ગતરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને આચાર્યને કડક સજા કરવા માગ કરી હતી.તેમ છતાં કોઈ પગલાં ન લેવાતા આપ દ્વારા આજે પોલીસ કમિશનરને પૂરાવા સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

આપ દ્વારા પાલિકાના શાસકો સામે આક્ષેપ કરવામાં આવ્યાં હતાં.

આપ દ્વારા પાલિકાના શાસકો સામે આક્ષેપ કરવામાં આવ્યાં હતાં.

આચાર્ય સામે ગુનો નોધવા માગ
આમ આદમી પાર્ટીના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય રાકેશ હિરપરાએ જણાવ્યું હતું કે, ગુજરાતના તમામ વાલીઓ અને શિક્ષકો વતી અમારી માગણી છે કે, આ આચાર્યને તાત્કાલિક નોકરીમાંથી છૂટા કરવામાં આવે અને પોલીસ ફરિયાદ કરીને આખી ઘટનાની સંપૂર્ણ તપાસ પોલીસને સોંપવામાં આવે. તેમજ દોષીને કડકમાં કડક સજા અપાવીને એક દાખલો બેસાડવામાં આવે. શિક્ષકની અન્ય શાળામાં બદલી કરી દેવામાં આવી છે તે ખરેખર ખૂબ જ દુઃખદ બાબત છે. ત્યાં પણ બાળકો ભણે છે અને તેમની સાથે પણ આ વિકૃત માનસિક આચાર્ય બાળકો સાથે ખરાબ હરકત કરી શકે છે. આથી તેમને તાત્કાલિક અસરથી બરતરફ કરવો જરૂરી છે. સાથે જ કડક સજા થાય તે માટે ગુનો નોધવા માગ કરાઈ છે.

પ્લે કાર્ડ દર્શાવી વિરોધ કરવામાં આવ્યો હતો.

પ્લે કાર્ડ દર્શાવી વિરોધ કરવામાં આવ્યો હતો.

અમે છેક સુધી લડીશું- આપ
આમ આદમી પાર્ટીએ કહ્યું કે, ત્રણ મહિના જૂની વાલીઓની ફરિયાદ હતી. અમારી પાસે આવતાં જ અમે 12 કલાકમાં સમગ્ર મુદ્દો ઉછાળ્યો હતો. તેના 48 કલાકમાં અમે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં રજૂઆત કરવા ગઈકાલે ગયા તો પ્રમુખ નીકળી ગયા હતાં. તેમ છતાં અમે પૂરાવા આપ્યા છે. હજુ પણ કોઈ પગલાં 48 કલાકમાં લેવાયા નથી. જેથી પોલીસ કમિશનરને પૂરાવા આપીને રજૂઆત કરી છે. અમે વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં ન્યાય ન મળે ત્યાં સુધી લડાઈ ચાલું રાખીશું. અમારી નજર આ મુદ્દા પર છે અને અમે તમામ હિલચાલ પર નજર રાખી રહ્યાં છીએ.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment