AMCની કાર્યવાહી:અમદાવાદમાં બીયુ પરમિશન વગર ચાલતી 2 હોસ્પિટલ, કોમ્પલેક્સ સહિત 152 જેટલી દુકાન-ઓફિસ સીલ કરી - Alviramir

AMCની કાર્યવાહી:અમદાવાદમાં બીયુ પરમિશન વગર ચાલતી 2 હોસ્પિટલ, કોમ્પલેક્સ સહિત 152 જેટલી દુકાન-ઓફિસ સીલ કરી

અમદાવાદ9 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગેરકાયદેસર બાંધકામને સિલિંગની કાર્યવાહી

  • બીયુ પરમિશન ન ધરાવતા 3534 કોમર્શિયલ અને 402 રહેણાંક મળી કુલ 3936 જેટલા યુનિટ સીલ કર્યા

ગુજરાત હાઇકોર્ટ દ્વારા અમદાવાદ શહેરમાં બીયુ પરમિશન વગરની બિલ્ડિંગ સિલિંગ અને ગેરકાયદેસર દબાણ દૂર કરવા અવારનવાર દિશા નિર્દેશ આપવામાં આવ્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના એસ્ટેટ વિભાગ દ્વારા બે મહિના બાદ ફરીથી બીયુ પરમિશન વગરના બાંધકામોને સીલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આજે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરમાં 2 હોસ્પિટલ, 2 રહેણાંક અને ચાર કોમ્પ્લેક્સમાં દુકાનો મળી કુલ 152 એકમો સીલ કર્યા છે.

AMCના એસ્ટેટ વિભાગ બીયુ પરમિશન વગર ગેરકાયદેસર બાંધકામને સિલિંગની કાર્યવાહી ફરી શરૂ કરવામાં આવી છે. અમદાવાદના પૂર્વમાં નારોલ વિસ્તારમાં ધર્મદેવ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા બાંધવામાં આવેલી સ્વામિનારાયણ પાર્ક 1 નામના કોમ્પલેક્સમાં આવેલી 43 દુકાનો-ઓફિસો, ગોમતીપુર વિસ્તારમાં ચકુડિયા મહાદેવ પાસે આવેલા ગુલશન પાર્કમાં 75 ઇન્ડસ્ટ્રીયલ યુનિટ, જમાલપુર- ખાડિયામાં શેઠ લલ્લુ રાયજીનો વંડો અને શેઠ હિરજીની પોળમાં આવેલા મકાનને સીલ કર્યા છે.

પશ્ચિમ વિસ્તારમાં સરખેજમાં ધોળકા રોડ પર આવેલી ઉજાલા હોસ્પિટલ(વાંઝા હોસ્પિટલ), પાલડી વિસ્તારમાં આવેલા રાજવીન હાઉસ નામના કોમ્પલેક્સ, નવરંગપુરા વિસ્તારમાં આવેલી હેલ્ધી માઈન્ડ હોસ્પિટલ, પ્રહલાદનગરમાં કોર્પોરેટ રોડ પર આવેલું કોમ્પલેક્સ, સરખેજથી મકરબા વોર્ડ ઓફિસ તરફ જવાના રોડ પર આવેલા મરઘા ફાર્મની બાજુમાં 5 દુકાનો, બોડકદેવ એસજી હાઈવે પર જીંજર હોટલ પાસે આવેલા એક કોમ્પલેક્સ સહિતની દુકાનો-ઓફિસ, હોસ્પિટલોને સીલ કરવામાં આવી છે.

કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે વેલીડ બીયુ પરમિશન ન ધરાવતા 3534 કોમર્શિયલ અને 402 રહેણાંક મળી કુલ 3936 જેટલા યુનિટ સીલ કરવામાં આવ્યા છે. જ્યારે 8,65,826 ચોરસ મીટર જેટલું ગેરકાયદેસર બાંધકામ દૂર કર્યું છે. અમદાવાદમાં કેટલીક બિલ્ડિંગ બીયુ પરમિશન વગર અને ફાયર NOC વગર ઊભી થઈ ગઈ છે. ગુજરાત હાઇકોર્ટમાં આ મામલે થયેલી અરજી પરની સુનાવણીમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા પરમિશન વગરની મિલકતો હોય તેની વિગતો જાહેર કરી એક બે મિલકતોને તોડી દાખલો બેસાડવા જણાવવામાં આવ્યું હતું. એસ્ટેટ વિભાગ દ્વારા થોડા સમય કામગીરી બંધ કરી ફરી ગેરકાયદેસર બાંધકામોની દૂર કરવાની અને સીલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment