રાજકોટ માં ‌રામાપીર નો મંડપ પડયો - Alviramir

રાજકોટ માં ‌રામાપીર નો મંડપ પડયો

નવો મહિનો જૂન શરૂ થઈ ગયો છે. આ મહિનામાં અનેક ખાસ તિથિ-તહેવાર ઊજવવામાં આવશે. જૂનમાં રંભા ત્રીજ, ગંગા દશેરા, પૂનમ, યોગિની એકાદશી અને અમાસ તિથિ રહેશે. આ મહિને 30 જૂનથી ગુપ્ત નવરાત્રિની શરૂઆત થશે. જાણો આ મહિનાની ખાસ તિથિઓ અને તેની સાથે જોડાયેલી ખાસ વાતો….

  • ગુરુવાર, 2 જૂનના રોજ રંભા ત્રીજ છે. આ તિથિએ સૌભાગ્ય અને સુંદર રૂપ-રંગ મેળવવાની કામના સાથે અપ્સરા રંભાની પૂજા કરવામાં આવે છે.
  • શુક્રવાર, 3 જૂનના રોજ વિનાયકી ચોથ છે. આ દિવસે નૌતપા પૂર્ણ થઈ જાય છે. ચોથ તિથિએ ભગવાન ગણેશ માટે વ્રત-ઉપવાસ અને પૂજા કરવાની પરંપરા છે.
  • ગુરુવાર, 9 જૂનના રોજ ગંગા દશેરા છે. આ તિથિએ ગંગા નદીની પૂજા કરવામાં આવે છે. આ પર્વમાં જળનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે.
  • શુક્રવાર, 10 જૂને નિર્જળા એકાદશી છે. આ એકાદશીનું મહત્ત્વ વર્ષભરની બધી એકાદશીઓમાં સૌથી વધારે છે. માન્યતા છે કે જે લોકો આ એકાદશીએ વ્રત કરે છે, તેમને વર્ષભરની બધી એકાદશીઓથી પ્રાપ્ત થતા પુણ્ય સમાન પુણ્ય મળે છે. આ વ્રત નિર્જળ રહીને કરવામાં આવે છે. આ કારણે તેને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે.
  • રવિવાર, 12 જૂને પ્રદોષ વ્રત છે. આ દિવસે શિવ-પાર્વતીની ખાસ પૂજા કરવી જોઈએ.
  • મંગળવાર, 14 જૂનના રોજ જેઠ મહિનાની પૂનમ છે. આ તિથિએ સંત કબીરની જયંતી પણ છે. આ દિવસે જેઠ મહિનાનું સુદ પક્ષ પૂર્ણ થઈ જશે.
  • બુધવાર, 15 જૂનથી જેઠ મહિનાનો વદ પક્ષ શરૂ થઈ જશે. આ દિવસે મિથુન સંક્રાંતિ છે. આ દિવસે સૂર્ય વૃષભ રાશિમાંથી મિથુન રાશિમાં પ્રવેશ કરશે, સંક્રાંતિના દિવસે નદીમાં સ્નાન કરવાની અને દાન-પુણ્ય કરવાની પરંપરા છે.
  • શુક્રવાર, 17 જૂનના રોજ ગણેશ ચોથ વ્રત છે. આ દિવસે ગણેશજી માટે વ્રત-ઉપવાસ કરવા જોઈએ.
  • શુક્રવાર, 24 જૂનના રોજ યોગિની એકાદશીનું વ્રત કરવામાં આવશે. એકાદશીએ ભગવાન વિષ્ણુ માટે વ્રત-ઉપવાસ કરવા જોઈએ.
  • રવિવાર, 26 જૂનના રોજ પ્રદોષ વ્રત રહેશે.
  • મંગળવાર, 28 જૂનના રોજ હલહારિણી અમાસ છે. આ તિથિએ પિતૃઓ માટે શ્રાદ્ધ કર્મ કરવું જોઈએ. પંચાંગ ભેદના કારણે 29 જૂનના રોજ પણ અમાસ રહેશે.
  • ગુરુવાર, 30 જૂનથી અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રિ શરૂ થઈ જશે. ગુપ્ત નવરાત્રિમાં મહાવિદ્યાઓ માટે સાધના કરવામાં આવે છે

Leave a Comment