GST મુદ્દે વેપરીઓમાં આક્રોશ:ખાદ્ય પદાર્થ પર 5% GSTનો સાબરકાંઠા જીલ્લામાં વિરોધ; માર્કેટયાર્ડો અને કરીયાણાના વેપારીઓ બંધમાં જોડાયા - Alviramir

GST મુદ્દે વેપરીઓમાં આક્રોશ:ખાદ્ય પદાર્થ પર 5% GSTનો સાબરકાંઠા જીલ્લામાં વિરોધ; માર્કેટયાર્ડો અને કરીયાણાના વેપારીઓ બંધમાં જોડાયા

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Sabarkantha
  • Protest Against 5 Percent GST In The District, Market Yards And Grocery Traders Joined The Bandh, 5 Percent GST On Grains And Pulses Will Increase Prices, Labor Passes Time With The Help Of Mobile

સાબરકાંઠા (હિંમતનગર)એક કલાક પહેલા

અનાજ, કઠોળ અને ખાદ્ય ચીજવસ્તુને GSTના દાયરામાં સમાવતા ગ્રાહકો પર મોંઘવારીનો બોઝ વધશે. તેને લઈને માર્કેટયાર્ડો અને કરીયાણાના વેપારીઓ સરકાર સામે વેપાર-ધંધા બંધ રાખી વિરોધમાં ઉતર્યા છે. ત્યારે હિંમતનગર સહીત સાબરકાંઠા જીલ્લાના માર્કેટયાર્ડોના વેપારીઓએ આજે હરાજી બંધ રાખી હતી.

હિંમતનગરના વેપારીઓએ GSTના નવા દરના વિરુદ્ધમાં સંપૂર્ણપણે બંધ પાળ્યું

હિંમતનગરના વેપારીઓએ GSTના નવા દરના વિરુદ્ધમાં સંપૂર્ણપણે બંધ પાળ્યું

મજુરોએ મોબાઈલના સહારે દિવસ વિતાવ્યો
હિમતનગર, સાબરકાંઠા જીલ્લાના દાળમિલો અને માર્કેટયાર્ડોના વેપારીઓએ ૫ ટકા GSTનો વિરોધ શરૂ કર્યો હતો. તેના સાથે હિંમતનગર શહેરમાં તમામ વેપારીઓ દુકાન બંધ કરી વિરોધમાં જોડાયા હતા. હિંમતનગર માર્કેટયાર્ડમાં હરાજી બંધ થતા અને વેપારીઓએ દુકાનો બંધ રાખતા મજુરો આજે મોબાઈલના સહારે સમય પસાર કરતા જોવા મળ્યા હતા. આડકતરી રીતે તેઓ પણ અનાજ, કઠોળ પર લગાવેલ 5 ટકા GST દુર કરવાની માંગણીમાં જોડાયા હતા. હિંમતનગર, ઇડર, વડાલી, પ્રાંતિજ, તલોદ, ખેડબ્રહ્મા અને વિજયનગરના માર્કેટયાર્ડના વેપારીઓ 5 ટકા GST દુર કરવાના વિરોધમાં ઉતર્યા હતા. ત્યારે વેપારીઓએ આવેદનપત્ર આપી GST દુર કરવા સરકાર પાસે માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment