
મિથુન
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મિથુન રાશિમાં ત્રિગ્રહી યોગ બની રહ્યો છે. આ રાશિના લોકોને આ યોગથી ભાગ્યનો સાથ મળશે. આ સમય દરમિયાન કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે. સાથે જ કરિયરમાં પણ પ્રગતિ થઈ શકે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે આ યોગના કારણે આ રાશિના લોકોની આવકમાં વધારો થવાની સંભાવના છે. આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન બિનજરૂરી ખર્ચાઓમાં ઘટાડો થશે.

વૃષભ
આ શુભ સંયોગથી વૃષભ રાશિના લોકોના જીવનમાં સકારાત્મક અસર જોવા મળશે. આ દરમિયાન કોઈને ઉધાર આપેલા પૈસા પાછા મળવાની સંભાવના છે. વળી, કોઈની પાસેથી ધન પ્રાપ્ત થઈ શકે છે. આ સમયગાળો તમારા માટે શુભ સાબિત થશે. માન-સન્માન વધશે. આ રાશિના અપરિણીત લોકોને લગ્નના પ્રસ્તાવ મળી શકે છે.

ધન
આ વર્ષની ગુરુ પૂર્ણિમા ધન રાશિના લોકો માટે ખૂબ જ ખાસ રહેવાની છે. નોકરી શોધી રહેલા લોકોને સારા સમાચાર મળી શકે છે. સાથે જ સરકારી નોકરીઓની પણ શક્યતાઓ ઉભી થઈ રહી છે. આ દરમિયાન નાણાકીય સ્થિતિમાં સુધારો થશે.