HCની ટકોર:32 વર્ષ જૂના કસ્ટોડિયલ ડેથ કેસની સુનાવણીમાં સંજીવ ભટ્ટે મુદત માગતા જજે કહ્યું, કોર્ટ તમે કહો તેમ ન ચાલે - Alviramir

HCની ટકોર:32 વર્ષ જૂના કસ્ટોડિયલ ડેથ કેસની સુનાવણીમાં સંજીવ ભટ્ટે મુદત માગતા જજે કહ્યું, કોર્ટ તમે કહો તેમ ન ચાલે

અમદાવાદ30 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સંજીવ ભટ્ટ – ફાઇલ તસવીર

જામજોધપુરનાં 32 વર્ષ જૂના કસ્ટોડિયલ ડેથ કેસમાં ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ સહિત અન્ય આરોપીઓને ફટકારાયેલી સજા સામે હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી છે. સજા ઓછી કરવા કરાયેલી અપીલની સુનાવણી દરમિયાન સંજીવ ભટ્ટ અને અન્ય પોલીસ અધિકારીઓ વતી એડવોકેટે મુદતની માગણી કરતા હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી.

વકીલે એવી રજૂઆત કરી હતી કે, અપીલ પર આજે સુનાવણી છે તે અંગે તેઓ અજાણ છે. હાઈકોર્ટે એવી ટકોર કરી હતી કે, કોર્ટ તમે કહો તેમ નહિ ચાલે. કોર્ટ કહે તેમ તમારે ચાલવું પડે. વકીલોનું આ વર્તન કેસ નહિ ચલાવવાની તરકીબ સમાન છે. કેસની મુખ્ય અપીલમાં તમે હાજર થઈ જાઓ છો અને બીજા કેસમાં બીજા વકીલો પાસે મુદત માગો છો. 6 મહિના સુધી તમને કોર્ટે મુદત આપી છે. હવે કોર્ટને વિલંબ કરાવો છો. છેલ્લી વખત મુદત આપીને કોર્ટે વધુ સુનાવણી 27 જુલાઈ પર મુકરર કરી છે.

અહેમદ પટેલ પાસેથી રૂ.30 લાખ લીધા નથી: તીસ્તા
​​​​​​​ગોધરાકાંડ પછીનાં તોફાનો બાદ ગુજરાતને બદનામ કરવાના કેસમાં જેલમાં ધકેલાયેલાં તીસ્તા સેતલવાડ અને ભૂતપૂર્વ આઈપીએસ આર. બી. શ્રીકુમારની જામીનઅરજીની સુનાવણી સેશન્સ કોર્ટમાં હાથ ધરાઈ હતી, જેમાં તીસ્તા અને શ્રીકુમાર તરફે રજૂઆત કરાઈ હતી કે, તેમણે કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ સ્વ. અહેમદ પટેલ પાસેથી 30 લાખ લીધા નથી. એસઆઈટીએ કરેલા આક્ષેપો પાયાવિહોણા છે. સમય પૂરો થતાં કોર્ટે વધુ સુનાવણી 20 જુલાઈએ રાખવા નિર્દેશ કર્યો છે. તીસ્તા અને શ્રીકુમારના એડવોકેટ એસ. એમ. વોરાએ રજૂઆત કરી કે, કોર્ટમાં રજૂ કરેલો ક્લોઝર રિપોર્ટ અંતિમ છે અને તેની પર ફરીથી વધુ તપાસ થઈ ન શકે. એસઆઈટી કોર્ટની લેખિત ફરિયાદ વિના આ મામલે કોગ્નિઝન્સ લઈ શકે નહીં. બોગસ દસ્તાવેજો, સોગંદનામાના આક્ષેપો ખોટા છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment