IPSની દીકરી ગુજરાતમાં નંબર વન:નરસિમ્હા કોમરની દીકરી દિશીતા ICSE બોર્ડમાં દેશમાં ત્રીજા નંબરે, કહ્યું-ટ્યુશન નહીં ટીચર અને પેરેન્ટ્સનો પુરૂષાર્થ ફળ્યો - Alviramir

IPSની દીકરી ગુજરાતમાં નંબર વન:નરસિમ્હા કોમરની દીકરી દિશીતા ICSE બોર્ડમાં દેશમાં ત્રીજા નંબરે, કહ્યું-ટ્યુશન નહીં ટીચર અને પેરેન્ટ્સનો પુરૂષાર્થ ફળ્યો

અમદાવાદએક કલાક પહેલા

ગુજરાત બોર્ડના પરિણામો બાદ હવે ICSE(ઇન્ડિયન સર્ટિફિકેટ ઓફ સેકન્ડરી એજ્યુકેશન) બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે. જેમાં ગુજરાતના IPS અધિકારી નરસિમ્હા કોમરની દીકરીએ દિશીતા કોમરે 99.4 ટકા સાથે સમગ્ર દેશમાં ત્રીજો નંબર અને ગુજરાતમાં પહેલો નંબર મેળવ્યો છે. IPS પિતાની દીકરીએ 4 વિષયમાં 100માંથી 100 માર્ક્સ મેળવ્યા છે અને આગળ MBBS કરીને લોકોની સેવા કરવા ઈચ્છે છે.

મેં સ્માર્ટ વર્ક કર્યું, રોજ 4 કલાક અભ્યાસ કરતીઃ દિશીતા
દિશીતા કોમરે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પિતા IPS અધિકારી હતા જેથી તેમની ક્યારેક બદલી થતી હતી. તે સમયે મારે સ્કૂલ બદલવી પડતી હતી. ત્યારે અભ્યાસ પર અસર ના થાય તેનું હું ખાસ ધ્યાન રાખતી હતી. હું પહેલાથી જ કોન્સેપ્ટ સમજીને અભ્યાસ કરતી હતી. ધોરણ 10માં પણ મેં સ્માર્ટ વર્ક કર્યું છે. હું રોજ 4 કલાક અભ્યાસ કરતી હતી.

‘હું હંમેશા સ્કૂલમાં જે ભણાવે તેના પર જ ધ્યાન આપતી’
​​​​​​​દિશીતાએ આગળ કહ્યું કે, હું હંમેશા સ્કૂલમાં જે ભણાવે તેના પર જ ધ્યાન આપીને ભણતી હતી. મેં ક્યારેય ટ્યુશન રખાવ્યું નહોતું. હું ઘરે જાતે જ ભણતી હતી. મને કોઈ ડાઉટ હોય તો સ્કૂલના ટીચર્સ અને મારા પેરેન્ટ્સની મદદ લેતી હતી. તમામ લોકોના સાથના કારણે બાયોલોજી,કેમિસ્ટ્રી, મેથ્સ અને જીયોગ્રોફીમાં 100માંથી 100 માર્ક્સ સાથે 99.4 ટકા મેળવ્યા છે. મને પહેલેથી જ બાયોલજી વિષયમાં ઇન્ટરેસ્ટ હતો અને તે જ વિષયમાં હું આગળ અભ્યાસ કરીશ.

આગળ કોમ્પિટિટીવ પરીક્ષાની પણ તૈયારી કરીશ
​​​​​​​​​​​​​​હવે સાયન્સમાં એડમિશન લઈને B ગ્રુપમાં અભ્યાસ કરીને હું આગળ MBBS કરવા માગું છું. અત્યાર સુધી હું ICSE બોર્ડમાં ભણતી હતી, તેની જગ્યાએ હવે CBSEમાં ભણીશ કારણ કે મારે આગળ કોમ્પિટિટીવ પરીક્ષા માટે પણ તૈયારી કરવી છે. તો NCERTનો કોર્સ કરવો જરૂરી છે. હું MBBS કરીને લોકોની સેવા કરવા માગું છું.મારા ડ્રીમમાં પણ ઘરવાળાઓનો પૂરો સ્પોર્ટ છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment