Jivan Na Sur Chale Lyrics in Gujarati
| જીવનનાં સુર ચાલે લિરિક્સ ગુજરાતીમાં |
જીવનનાં સુર ચાલે છે, એક તાર દિલમાં ,
ભક્તિ કરી રિજાવું, મારો છે પ્યાર દિલમાં
જીવનનાં સુર…
મિથ્યા જગતને જાણું, સત્યબ્રહ્મ એક માનું
જોયું અસાર જગમાં, સાચોછે સાર દિલમાં
જીવનનાં સુર…
છે પ્રાણથી એ પ્યારો હું એનો એ છે મારો
માને ન માને કોઈ, મારો છે યાર દિલમાં
જીવનનાં સુર…
નામી છતા અનામી છે, વિશ્વ વ્યાપી વાલો
અગ્નાની ઓ શું જાણે, રાખે વિકાર દિલમાં
જીવનનાં સુર…
અગ્નાન ઉંઘ ત્યાગી, જાગી ને જો જણાશે
ખેલે અનેરા ખેલો, એ યાદગાર દિલમાં
જીવનનાં સુર…
કર બંધ બાહ્ય દ્રષ્ટિ, અંતર તપાસ તારૂં
જાંખી ને જો જણાશે, સાચો ચિતાર દિલમાં
જીવનનાં સુર…
સત્ સેવા પ્રેમ ભક્તિ, સત્તાર નીત યાચુ
મને એવા વિચાર દેજે, પરમેશ્વર તું દિલમાં
જીવનનાં સુર…