Nana Sarkha Shreenathji Lyrics in Gujarati
| નાના સરખા શ્રીનાથજી લિરિક્સ ગુજરાતીમાં |
નાના સરખા શ્રીનાથજી નાના નાના એના હાથ
નાની લખોટીઓ કર ગ્રહી સુંદર દિશે પ્રાણનાથ
નાના સરખા ગોવાળીયાને નાની સરખી ગાય
માથે સિંધડી શોભતી ને ગૌધન ચારવા જાય
નાના સરખા શ્રીનાથજી…
નાની બંસરી કરગ્રહી હરીયાતે ગોપીના મન
રૂડો નંદજીનો લાડલોને રૂડું છે વૃંદાવન
નાના સરખા શ્રીનાથજી નાના…
નાની સરખી મોજડી એના નાના સરખા છે પાઈ
પાયે તે અણવત રણજણેને વિછુડી સોહાય
નાના સરખા શ્રીનાથજી…
કાલિંદીને કાંઠડે ઉભા વગાડો છો વેણ
જાવા દયોને જાદવા વ્રજમાં થાશે પુકાર
નાના સરખા શ્રીનાથજી નાના…
બંસી બટનાના ચોકમાં ઉભા વગાડો છો વેણ
માધવદાસની વિનતી અમને આપો વ્રજમાં વાસ
નાના સરખા શ્રીનાથજી…